ઉધનામાં ડૉ. અગ્રવાલની નવી અદ્યતન આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન
દક્ષિણ ગુજરાતમાં આંખની દ્રષ્ટિ સંભાળ માટે ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલની વધતી હાજરી : સી.આર. પાટીલ

સુરતઃ ભારતની અગ્રણી આંખની સંભાળ માટેની હોસ્પિટલોમાંની એક, ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલે ઉધનામાં તેની નવી અને અદ્યતન આંખની સારવાર સુવિધાનું રવિવારે જીવનજ્યોત થિયેટર કમ્પાઉન્ડ, ઉધના મેઈન રોડ સુરત ખાતે ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. ઉધના જેવાં ઝડપથી વિકસતા ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં આ હોસ્પિટલ ખુલતા, ગુજરાતમાં આ હોસ્પિટલની આઠમી શાખા બની છે, જે રાજ્યમાં આંખની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવારને વધુ સુલભ બનાવે છે.
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારી સંસદ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડૉ. અગ્રવાલની આંખની હોસ્પિટલના ચીફ બિઝનેસ ઓફિસર ડો અશર અગ્રવાલ અને હોસ્પિટલના વરિષ્ઠ પ્રતિનિધિઓ જોડાયા હતા.
ઉધનાની નવી હોસ્પિટલ નેત્ર ચિકિત્સામાં વિશિષ્ટ કેન્દ્ર તરીકે કામગીરી કરશે અને તેમાં મોતિયાની સર્જરી, રીફ્રેકિટવ સેવા, મેડિકલ રેટિના, ગ્લુકોમા મેનેજમેન્ટ, પેડિયાટ્રિક નેત્ર ચિકિત્સા અને ઓક્યુલોપ્લાસ્ટી જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલમાં 3D ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી (OCT), Zeiss IOL માસ્ટર 700 અને આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી અદ્યતન સાધનો પણ મૂકાયા છે.
ડૉ. અગ્રવાલની આંખની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની પ્રથમ હોસ્પિટલોમાંની એક છે જે ચશ્મા દૂર કરવા માટે એક અધયતનx બ્લેડલેસ અને ન્યૂનતમ મીનીમલ ઇનવેસીવ પ્રક્રિયા, ReLEX SMILE ઓફર કરે છે.
આ કાર્યક્રમમાં બોલતા, કેન્દ્રીય જળ શકિત મંત્રી શ્રી સી. આર. પાટીલે કહ્યું,, “આધુનિક ટેકનોલોજી સાથે નેત્ર સંભાળ સેવાઓની ઉપલબ્ધિ ઉધના વાસીઓ માટે એક મોટું આશીર્વાદરૂપ થશે.” લોકોને અત્યાધુનિક આંખની સંભાળ પૂરી પાડવા બદલ હું ડૉ. અગ્રવાલની આંખની હોસ્પિટલની પ્રશંસા કરું છું.આ નવી હોસ્પિટલ નિઃશંકપણે આ વિકસતા પ્રદેશમાં અસંખ્ય વ્યક્તિઓના જીવનમાં સુધારો કરશે.”
ડૉ. આશાર અગ્રવાલે જણાવ્યું કે, અમે માત્ર સંખ્યામાં નહિ પણ ગુણવત્તા અને પડકારજનક દર્દી સંભાળમાં પણ વિકાસ કર્યો છે. ગુજરાતમાં હવે 9 હોસ્પિટલ સાથે અમારી સેવાઓ રાજ્યના દરેક ખૂણામાં પહોંચે એવી દિશામાં કામ કરી રહ્યા છીએ. આ નવી હોસ્પિટલ ક્લિનિકલ શ્રેષ્ઠતાના અમારા પ્રયાસનો પુરાવો છે, જ્યાં અદ્યતન ટેકનોલોજી કરુણાપૂર્ણ દર્દી-કેન્દ્રિત સંભાળને પૂર્ણ કરે છે. જે અત્યંત કુશળ અને સમર્પિત નિષ્ણાતોની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવે છે.
ઉધના મેડિકલ ડિરેકટર ડૉ. ક્રુતિ શાહે ઉમેર્યું કે, “ઉધનામાં અદ્યતન, નૈતિક અને સુલભ આંખની સંભાળની જરૂર હતી. અમારી નવી હોસ્પિટલ તે જરૂરિયાતને પૂરી કરશે. હોસ્પિટલ દર મહિને 20 મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરશે અને વિસ્તારના લોકોમાં આંખોની સંભાળ અંગે જાગૃતિ લાવશે.
હાલ, ડૉ. અગ્રવાલ આઈ હોસ્પિટલના કુલ 230થી વધુ સેન્ટર્સ છે, જેમાં ગુજરાતમાં સુરતમાં ચાર અને અન્ય શહેરોમાં કુલ નવ શાખાઓ કાર્યરત છે. જૂથ હવે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વિસ્તરણ તરફ આગળ વધી રહ્યું છે.