સુરત
હિજાબ વિરોધના નામે શહેરના કોમી વાતાવરણને બગાડવાનું પ્રયત્ન કરી રહ્યા તત્વો સામે કડકાઈ પૂર્વક કાર્યવાહી કરવાની માંગણી
હિજાબ વિવાદને લઈને યુવક કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શાન ખાને સુરત શહેર પોલીસ કમિશ્નરને પત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગણી કરી છે. શાન ખાને પત્રમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અમુક કોમવાદી તત્વો દ્વારા શહેરના કોમી વાતાવરણને બગાડવાનું પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે અગાઉ હાઇવે ઉપર લઘુમતીઓની હોટલો ઉપર બસો ઉભી કરનાર ટ્રાવેલ્સ સંચાલકોને નુકસાનની ધમકીઓ આપવામાં આવી હતી જેનો વિડિઓ વાઇરલ થયેલ હતું.
તા: 22 ફેબ્રુયારી 2022 ના રોજ શહેરના વરાછા વિસ્તરમાં આવેલ પી.પી સવાણી સ્કૂલમાં અમુક કોમવાદી તત્વો ધસી આવીને હિજાબ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા જેના કારણે માહોલ તંગ બન્યો હતો. ભારતીય બંધારણનાં આર્ટિકલ 25 થી 30 સુધીમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતાને મૌલિક અધિકાર તરીકે વર્ણિત કરવામાં આવી છે જેનો કોઈપણ સંજોગે હનન કરી શકાય નહીં તદુપરાંત આ સંદર્ભે કર્ણાટકની હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
શહેરમાં હિજાબના નામે કોઈપણ પ્રકારનાં વિવાદ ન થાય તેની કાળજી રાખવાની ખુબજ જરૂરિયાત છે. માટે આપશ્રીને વિનંતી છે કે શહેરની કોલેજો તથા શાળાઓની બહાર પોલીસ પેટ્રોલિંગ વધારમાં આવે અને શાળાઓ અને કોલેજોના કમ્પાઉન્ડમાં બહારની વ્યક્તિની પ્રવેશ બંદી કરવામાં આવે આ સાથે શહેરના કોમી વાતાવરણને બગાડવાનું પ્રયત્ન કરી રહ્યા તત્વો સામે કડકાઈ પૂર્વક કાર્યવાહી કરવાની માંગણી કરીએ છીએ.