
સુરત. તા. ૩૧ મે ૨૦૨૩: આપણી આવનારી પેઢીઓના આરોગ્યને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં ડાબર તરફથી કમ્પલીટ હેલ્થ ડ્રીંક ડાબર વીટાએ એક વિશાળ જાગરૂકતા અભિયાનનું આયોજન કર્યું. જેના માધ્યમથી બાળકોને તેમની તંદુરસ્તી સાથે જોડાયેલા સાત પાસાઓ જેવાં કે, સારૂં ડાયજેશન, રેસ્પીરેટરી હેલ્થ, મજબૂત હાડકાઓ તથા સ્નાયુઓ, તાકાત, સ્ટેમિના અને શ્રેષ્ઠ ઇમ્યુનિટી વિશે જાગૃત કરવામાં આવ્યા.
આ અભિયાન આજે સુરતના ભિમરાડ કેનાલ રોડ, અલથાણ ખાતે આવેલા જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યૂશન ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં 200 બાળકોએ ભાગ લીધો. બાળકોને માનસિક આરોગ્ય, શારીરિક સ્ટેમિના અને મજબૂત ઇમ્યૂનિટીની સાથેસાથે બેસિક હાઇજીન તથા આરોગ્યપ્રદ આહાર વિશે જાણકારી આપવામાં આવી. તેમજ તેમને ડાબર વીટાથી યુક્ત સ્પેશ્યલ હેલ્થ કીટ પણ આપવામાં આવી.
આ પ્રસંગે પોતાના વિચાર વ્યક્ત કરતા ડાબર ઈન્ડિયા લિમિટેડના કોર્પોરેટ કમ્યુનિકેશંસ મેનેજર શ્રી દિનેશ કુમારે જણાવ્યું, “આજકાલ બાળકો અભ્યાસથી લઇને રમત અને એક્સ્ટ્રા-કરીકુલર એક્ટિવિટીઝમાં પણ સારૂં પ્રદર્શન આપવા ઇચ્છે છે, તેના માટે તેમને સંતુલિત તથા પોષક આહારની જરૂરિયાત રહેતી છે, જેથી તેમનો વિકાસ સારી રીતે થઇ શકે. એક કમ્પલીટ હેલ્થ ડ્રીંકમાં તમામ જરૂરી વિટામીન, મિનરલ્સ અને પોષક તત્વ હોય છે, જે સામાન્ય રીતે આપણા રોજિંદા આહારમાંથી પૂર્ણ થઇ શકતાં નથી. ડાબર વીટા એવું હેલ્થ ડ્રીંક છે જે ઉછરતા બાળકોને તમામ પોશક તત્વો ઉપલબ્ધ કરાવે છે.
ડાબરના 139 વર્ષોના વિશ્વાસ, ગુણવત્તા અને અનુભવ પર આધારિત ડાબર વીટા 30 આર્યુર્વેદિક બૂસ્ટર્સના ગુણોથી ભરપૂર છે. તેમાં ઉપસ્થિત અશ્વગંધા, ગિલોય અને શંખપુષ્પી બાળકોની તંદુરસ્તી સાથે જોડાયેલી 7 જરૂરિયાતોને પૂરી કરે છે, જેમ કે શરીરનો વિકાસ, મષ્તિસ્ક વિકાસ, સ્ટેમિના અને તાકાત, મજબૂત હાડકા અને સ્નાયુ તથા સારૂં ડાયજેશન તથા રેસ્પીરેટરી હેલ્થ. આ પ્રકારે આ ડ્રિંક બાળકોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. સાથે જ તેનો સ્વાદિષ્ટ ચોકલેટી ટેસ્ટ બાળકોને ખૂબ લલચાવે છે.”
ડૉ. નીરવ મેહતાએ જણાવ્યું, “ફળો, શાકભાજી, આખા અનાજ જેવા સંતુલિત આહારની સાથેસાથે સારૂં હેલ્થ ડ્રિંક બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. શારીરિક તથા માનસિક વિકાસ માટે બાળકોને ખાસ મેક્રો, માઇક્રો તથા ફાઇટો (છોડમાંથી મળનારા વિશેષ પોષક તત્વ) ન્યૂટ્રિએન્ટ્સની જરૂરિયાત હોય છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર આવાં જ પોષક તત્વો ડાબર વીટાને કમ્પલીટ હેલ્થ ડ્રિંક બનાવે છે, જેમ કે, આમળા અને અશ્વગંધા ઇમ્યુનિટી વધારી અનેક બિમારીઓ સામે લડવામાં મદદ કરે છે, બ્રાહ્મી અને શંખપુષ્પી બાળકોને એકાગ્રતા તથા શીખવાની ક્ષમતા વધારે છે. આ પ્રકારે દ્રક્ષા એન્ટી-ઑક્સીડેન્ટની જેમ કામ કરે છે અને દૈનિક રીતે શરીરની કોશિકાઓને નુક્શાનથી બચાવે છે.”
શ્રી કુમારે ઉમેર્યુ “બાળકોના વિકાસ માટે સંતુલિત તથા પોષક આહારના મહત્વ વિશે જાગૃતતા વધારવા માટે ડાબર વીટાએ દેશભરની જાણીતી સ્પોર્ટ્સ એકેડેમીઝ/વિદ્યાલયોની સાથે હાથ મિલાવ્યો છે. આ અભિયાનના માધ્યમથી અમે બાળકોને આરોગ્યપ્રદ આહાર વિશે શિક્ષિત કરવા ઇચ્છીએ છે, જે તેમને શરીર તથા મગજના વિકાસ તથા હાડકાઓને મજબૂત બનાવવા માટે જરૂરી છે. આ ઉપરાંત સ્ટેમિના અને સારી ઇમ્યુનિટી હોવી પણ બાળકોના વિકાસ માટે માટે ખૂબ જ વધુ મહત્વ ધરાવે છે.”