
સુરત: નવી જનરેશન માટે ડાયમંડ અને જવેલરી ક્ષેત્રમાં કારકિર્દી ઘડતી શહેરની એકમાત્ર ISGJ ધ જેમ્સ એન્ડ જવેલરી કોલેજના વર્ષ 2022-23 ના પાસ આઉટ થયેલા 100 જેટલા વિધાર્થીઓને વિવિધ ડિગ્રી એનાયત કરવા દિક્ષાન્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા- 23મી જૂન શુક્રવારે સવારે 11 કલાકે હોટેલ પાર્ક ઇનમાં યોજાયેલા આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે GJEPC ના રિજિનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા અને કલામંદિર જ્વેલર્સ ના ડિરેક્ટર શ્રી મિલનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોને હસ્તે ડિગ્રી મેળવનાર 100 જેટલા વિધાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.
સમારોહ અંગે કોલેજના ચેરમેન કલ્પેશભાઇ દેસાઇએ જણાવ્યુ કે વર્ષ 2022-23 માં કોલેજમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી હાંસલ કરી છે. જેમાં 3 વર્ષ ના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન જેમ્સ એન્ડ જ્વેલરીમાં 9 વિધાર્થીઓ, 2 વર્ષ માસ્ટર પ્રોગ્રામ ઈન જેમ્સ એન્ડ જ્વેલરીમા 61 વિધાર્થીઓ, 1 વર્ષ ના જવેલરી મર્ચન્ડાઝીંગ બિઝનેસ મેન્જમેન્ટમા 7 વિધાર્થીઓ અને શોર્ટ ટર્મ કોર્ષ એડવાન્સ જ્વેલરી ડિઝાઇન પ્રોગ્રામ 24, પોલીશડ ડાયમંડ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ 9, જેમ્સસ્ટોન આઇડેન્ટિફિકેશન પ્રોગ્રામ 10 વિધાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામનું પદવી આપી સન્માનિત કરાયુ હતું.
આ અવસરે વધુમાં ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને માર્કેટીંગ, બ્રાન્ડિંગ અને ફ્યુચર વિશે માહિતી આપી હતી. કોલેજમાં 40% વિદ્યાર્થીઓ ગુજરાતના અને 60% વિદ્યાર્થીઓ દેશભરના અન્ય રાજ્યોના છે. આ કોલેજમાંથી ડિગ્રી મેળવનારા જવેલરી, ગોલ્ડ, ડાયમંડ, ઇ-કોમર્સ વગેરેમાં ચમકદાર કારકિર્દી બનાવે છે. નોંધનીય છે કે આ ISGJ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ(1-1 વર્ષ), માસ્ટર પ્રોગ્રામ(2 વર્ષ) અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (3 વર્ષ) ના કાર્યરત છે.
દીક્ષાંત સમારોહમાં ખાસ ઉપસ્થિત મુખ્ય અતિથિ અને GJEPC ના રિજિનલ ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયાએ આ અવસરે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમે ખૂબ સારી ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયા છો કારણ કે ઇન્ડિયાની જીડીપીમાં જેમ્સ એન્ડ જેવેલરી સેક્ટર 7% ની જગ્યા લઈને બેઠું છે અને જયારે ઇન્ડિયાના એક્સપોર્ટમાં ફાળો 15% છે જયારે ભારતના જેમ્સ એન્ડ જેવેલરી સેક્ટરનું એક્સપોર્ટ પોટેન્શિયલ 25 બિલીયન થી ઉપર છે. વધુમાં તમે સુરતમાં શીખો એ તમારા માટે ગૌરવની વાત છે
કારણકે સુરતએ ડાયમંડ નું હબ છે અને સમગ્ર વિશ્વમાં ડાયમંડ મેનુફેકચરિંગ ક્ષેત્રે 10 હીરા પોલિશ્ડ થતા હોય તો એમાંથી 9 હીરા સુરતમાં ઘટીત થતા હશે એટલે તમે જે જગ્યા ચોઈસ કરી છે આ ઇન્સ્ટિટ્યૂટ માંથી તમને જે નોલેજ આપવામાં આવ્યું છે તેમાં પણ તમે આઈએસજીજે માંથી શીખ્યા હોય તો પછી આનાથી ઉપરનું કંઈ ના હોય કારણ કે અન્ય જગ્યા એથી તમે સર્ટિફિકેટ કોર્સ કરો તો તમને ત્યાં ઉપરા ઉપરી જ્ઞાન મળે પણ કોઠાસૂઝ વાળું નોલેજ તમને આઈએસજીજે માંથી જ મળશે. જેમ્સ એન્ડ જેવેલરી સેક્ટર એ સ્કિલ વાળું સેક્ટર છે એની જગ્યા ક્યારેય રોબોટિક નહિ લઇ શકે આ એક આર્ટ છે રોબોટિક ક્યારેય આર્ટ નું ફીલ ના લઇ શકે એટલે આ એક સિક્યોર્ડ ફિલ્ડ છે.
દુનિયાની તમામ વસ્તુ બે ત્રણ વસ્તુ સાથે જોડાયેલી જેમાં સૌથી પહેલા ફેશન આવે છે જેમાં ગોલ્ડ ડાયમંડ સિલ્વર આવે છે બીજી આવે છે ઇવેસ્ટમેન્ટ વેલ્યુ તો આ તમામ વસ્તુ માં જવેલરી એવી વસ્તુ છે જેની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ જોડાયેલી હોય અને જયારે આપણે ભારત માં રહીયે છીએ ત્યારે બીજી એક વેલ્યુ છે કે આપણો કોઈ પણ શુભ પસંગ હોય ,જે ગોલ્ડ ડાયમંડ કે સિલ્વર વગર પૂરો ના થાય, આ ઇન્ડસ્ટ્રી વર્ષો થી ચાલી આવી છે ભવિષ્ય પણ ઉજ્વળ છે. તેમજ મુંબઈથી આવેલ અન્ય ઉપસ્થિત મહેમાન રેપાપોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી સથી નાયરે જણાવ્યું હતું કે અહીં તમે માત્ર સર્ટિફિકેટ નહિ પણ એક જવાબદારી લઈને જાઓ છે કે તમે સમાજની જવાબદારી તમારા પ્રોફેશન દ્વારા ખંતથી અને ઈમાનદારીથી નિભાવજો અને તમારા જીવનમાં ખુબ ખુબ આગળ વધો.