સુરત

ચેમ્બરના ‘યાર્ન એકસ્પો– ર૦રર’માં એકઝીબીટર્સને રૂપિયા ૬પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના

આ વર્ષે યાર્ન પ્રદર્શનમાં  નવી સિઝન માટે બિઝનેસમાં ૧૦ ટકાથી વધારે ગ્રોથની આશા છે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલા ‘યાર્ન એકસ્પો– ર૦રર’ને કારણે આગામી છ મહિનામાં આશરે રૂપિયા ૬પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થવાની સંભાવના છે.

ત્રણ દિવસ દરમિયાન કુલ ૧પ૪૦૦ હજારથી વધુ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એકઝીબીટર્સને સારો બિઝનેસ મળવાની પાકી સંભાવનાને કારણે વર્ષ ર૦ર૩ માં તા. ૪, પ અને ૬ ઓગષ્ટ દરમ્યાન યોજાનારી યાર્ન એકસ્પોની પાંચમી આવૃત્તિના બુકીંગ માટે દેશભરના યાર્ન ઉત્પાદકોએ અત્યારથી જ તૈયારી દર્શાવી હતી.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય વસ્ત્ર મંત્રી પીયુષ ગોયલ દ્વારા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને રપ૦ બિલિયન યુએસ ડોલરનો માર્કેટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેને હાંસલ કરવા માટે આ પ્રદર્શન સાચા અર્થમાં કારગત સાબિત થશે. વિવિંગ અને નીટિંગ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ યાર્ન એકસ્પોમાં પ્રદર્શિત કરાયેલા જુદી–જુદી વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન વિગેરેની વિગતવાર જાણકારી મેળવી હતી.

ખાસ કરીને ફેન્સી જરી તથા સ્પેશિયલ યાર્ન માટે ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. આ વર્ષે વિવર્સની સાથે સાથે ટેકસટાઇલ માર્કેટના ઘણા વેપારીઓ તથા રિટેલર્સે પણ યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ દ્વારા પણ યાર્નના વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. હવે યાર્ન ઉત્પાદકો પાસેથી તેઓ સેમ્પલ મંગાવશે અને નવા ફેબ્રિક ડેવલપ કરશે.

આ યાર્નના સેમ્પલીંગ કરીને વિવિધ પ્રકારના નવા ફેબ્રિક અને નવા ક્રિએશનો આગામી સમયમાં સુરતમાં ડેવલપ થશે. આ યાર્નમાંથી સ્પોર્ટ્‌સ માટે વપરાતા ફંકશન્સ ગારમેન્ટનું ડેવલપમેન્ટ પણ સુરતથી થશે. આ ક્રિએશન ફેબ્રિક એકસપોર્ટ કરવા માટે પણ કામ લાગશે. એકઝીબીટર્સને નવી સિઝન માટે બિઝનેસમાં ૧૦ ટકાથી વધારે ગ્રોથની આશા છે અને તેના થકી તેઓને આગામી છ મહિનામાં આશરે રૂપિયા ૬પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થશે તેવી સંભાવના છે.

દરમ્યાન આજે ઇન્ડોનેશિયાના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ આગુસ સાપ્તોનો તથા ઇકોનોમિક કોન્સુલ તોલ્હા ઉબેદીએ યાર્ન પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વિવિધ યાર્ન વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. ત્રણ દિવસ દરમ્યાન અલ્જેરીયા, ઇજિપ્ત, સુદાનથી પણ જેન્યુન બાયર્સે યાર્ન એકસ્પોની વિઝીટ લીધી હતી.

આ ઉપરાંત દેશભરમાંથી વિવર્સ તથા ટ્રેડર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે ૩૪૦૦, બીજા દિવસે ૭ર૦૦ અને આજે છેલ્લા ત્રીજા દિવસે ૪૮૦૦ બાયર્સ મળી કુલ ૧પ૪૦૦ બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને એકઝીબીટર્સને ઢગલાબંધ ઓર્ડર્સ આપ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, આ વર્ષે જુદી–જુદી વેરાયટીના યાર્ન જેવા કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, સિરો ઇમ્પેકટ યાર્ન, ગ્રેનાઇટ યાર્ન, હેમ્પ યાર્ન, ફલેકસ યાર્ન, વૂલ લાઇક પોલિએસ્ટર યાર્ન, કોટન સ્ટ્રેચ યાર્ન, રિસાયકલ યાર્ન, ઇકો ગોલ્ડ બાયો ડિગ્રીડેબલ યાર્ન, સ્પોર્ટ્‌સ વેર માટે કુલ ટેકસ્ટ યાર્ન અને ફાયર રિટર્ડન્ટ યાર્ન વિગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button