વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછામાં યોગ દિવસની ઉજવણી
સુરત : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગા ફોર હ્યુમિનિલિટી થીમ આધારિત ઉજવણી અંતર્ગત સુરતની વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેપ્પી મોર્નિંગ ક્લબ ના સહયોગથી યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોકના પ્લેટિનામ પોઈન્ટ ખાતે સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન યોગની વિવિધ મુદ્રાઓ હાજર રહેલા મહિલા બાળકો સહિત સૌને શીખવવામાં આવી હતી.
ફિજીઓથેરપિસ્ટ, ન્યુટ્રિશનિષ્ટ તેમજ ફિટનેસ યોગા ટ્રેનર ડો. આફરીન જસાની તથા તેમની ટીમ દ્વારા યોગના ફાયદા વિશે પણ જાણકારી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને યોગ એક દિવસ માટે નહીં પણ કાયમી જીવનમાં લાવવાની પણ ભલામણ કરાઈ હતી. આ સાથે દરેકને ગીર ગાયનું સ્વાસ્થવર્ધક A2 દૂધનું વિતરણ કરીને ટ્રસ્ટી શ્રી ભૂપતભાઇ સુખડિયા દ્વારા આ દૂધના ફાયદા વિશે પણ સમજ અપાઈ હતી.
નોંધનીય છે કે ગીર ગાયનું 100% શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક દૂધ એટલે A2 દૂધ, આ દૂધ 50 થી વધુ પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપે છે. જેમાં ‘સેરીબ્રોસાઇડ’ નામનું તત્વ હોય છે.જે માણસના મગજની કાર્યક્ષમતા વિકસાવે છે.દૂધમાં રહેલું વિટામીન ‘A’ આંખની કાર્યક્ષમતા અને વિટામીન ‘D’ કેલ્શિયમનું પાચન કરવામાં મદદ કરે છે. આથી સાંધાના દુઃખાવામાં રાહત મળે છે. આ દૂધ શરીરમાં પોઝિટિવ કોલેસ્ટેરોલનો વધારો કરે છે અને મોટાપો ઘટાડે છે. આથી મોટા ભાગના ડોક્ટરો ગીર ગાયના A2 દૂધ પીવાની સલાહ આપે છે.