સુરત: એપોલો હોસ્પિટલ્સ નવી મુંબઈએ આજે જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત સિનિયર ઓન્કોલોજિસ્ટ, ડો. જ્યોતિ બાજપાઈ કેન્સર સામેની લડાઈમાં તેના પ્રયત્નોને આગળ વધારવા માટે એપોલો કેન્સર સેન્ટરમાં લીડ–મેડિકલ અને પ્રિસીઝન ઓન્કોલોજી (મુંબઈ અને મહારાષ્ટ્ર પ્રદેશ) તરીકે જોડાયા છે. ડો. બાજપાઈ ઇમ્યુનો–ઓન્કોલોજી, પ્રિસીઝન મેડિસિન, દુર્લભ અને પડકારજનક કેન્સર (સારકોમા, સગર્ભાવસ્થા–સંબંધિત કેન્સર, કિશોર અને યુવા પુખ્ત કેન્સર, LGBTQ+ કેન્સર, વૃદ્ધાવસ્થાના કેન્સર) અને મહિલાઓને થતા કેન્સર (સ્તન અને ગાયનેકોલોજીકલ) ના ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતા ક્લિનિશિયન છે.
તેઓ કેન્સરના ક્ષેત્રમાં 19 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટરમાં પ્રોફેસર અને બ્રેસ્ટ ડીએમજી કન્વીનર તરીકે 15 વર્ષના અનુભવનો સમાવેશ થાય છે. અમેરિકાના ન્યૂયોર્કમાં પ્રતિષ્ઠિત મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટર (એમએસકેસીસી) તરફથી ઇમ્યુનો-ઓન્કોલોજી અને મેલાનોમામાં વિશેષ તાલીમ અને યુએસએના બાલ્ટીમોરમાં જોન્સ હોપકિન્સ ખાતેના પ્રતિષ્ઠિત સિડની કિમેલ કોમ્પ્રીહેન્સિવ કેન્સર સેન્ટરમાંથી હાડકા અને સોફ્ટ ટીશ્યુ સરકોમાસમાં વ્યાપક અનુભવ સાથે ડો. બાજપાઈ તેમની ભૂમિકામાં નોંધપાત્ર નિપુણતા ધરાવે છે. આ ઉપરાંતતેમણે દિલ્હીમાં પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) માં તાલીમ લીધી છે અને ઈએસએમઓ લીડરશિપ નેતૃત્વ ગ્રેજ્યુએટ છે.
એપોલો કેન્સર સેન્ટર્સ (મુંબઈ અને મહારાષ્ટ્ર પ્રદેશ)ના લીડ-મેડિકલ અને પ્રિસીઝન ઓન્કોલોજી ડો. જ્યોતિ બાજપાઈએ જણાવ્યું હતું કે, “મને અપોલો કેન્સર સેન્ટર્સ સાથે જોડાઈને ખૂબ જ આનંદ થાય છે પ્રોટોન બીમ થેરાપી, મગજની ગાંઠો માટે ZAP-X થેરાપી અને ટ્યુમર બોર્ડ આધારિત ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જેવી અદ્યતન સુવિધાઓથીહું મારા દર્દીઓને શ્રેષ્ઠ સંભાળ આપી શકીશ. મારી તાલીમ અને અનુભવ સાથે, હું એપોલો કેન્સર સેન્ટર ખાતેના પ્રોગ્રામને મજબૂત કરવા આતુર છું”.
એપોલો હોસ્પિટલ્સના વેસ્ટર્ન રિજનના રિજનલ સીઈઓ અરુણેશ પુનાથાએ જણાવ્યું હતું કે ડો. જ્યોતિ બાજપાઈને અમારી પ્રતિષ્ઠિત ઓન્કોલોજી ટીમમાં આવકારતાં અમને આનંદ થાય છે, તેમના ઉમેરાથી કેવળ મુંબઈના એપોલો કેન્સર સેન્ટરમાં જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર અને ભારતમાં કેન્સર ના દર્દીઓને ઘણો ફાયદો થશે.