વ્યાપારીઓના અવાજ હવે સંસદમાં ગુંજશે : CAIT ગુજરાત ચેપ્ટર ચેરમેન પ્રમોદ ભગત

સુરતઃ CAIT ના રાષ્ટ્રીય મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ચાંદની ચોકના પ્રત્યાશી પ્રવીણ ખંડેલવાલ ને ભારે બહુમત થી હાઈ પ્રોફાઈલ સીટ જીતી છે. CAIT ગુજરાત ચેપ્ટર ચેરમેન પ્રમોદ ભગત કહ્યું કે ગુજરાતના વ્યાપારીઓએ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનીએ છે કે પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોકના પ્રત્યાશી તરીકે પસંદગી ઉતારી.વ્યાપારીઓના અવાજ હવે સંસદમાં ગુંજશે. ગુજરાતના વેપારીઓનમાં આનંદ ફેલાયો છે. GST તેમજ FSSAI અને MSME ના પ્રશ્નો ની ઝડપથી નિકાલ થાય એવી આશા રાખીએ છે
ચાંદની ચોકમાં 10 વિધાનસભા ના સમાવેશ થાય છે . જેમાં 8 ધારાસભ્યો AAP પાર્ટીના, એક ધારાસભ્ય કોંગ્રેસ અને એક ધારાસભ્ય ભાજપા ના છે . AAP અને કોંગ્રેસના ગઠબંધનના કારણે આ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. કોંગ્રેસના 3 ટર્મ થી સાંસદ રહેલા જય પ્રકાશ અગ્રવાલને કોંગ્રેસએ ટિકિટ આપી હતી.
4 જુની ચૂંટણી પરિણામમાં જય પ્રકાશ અગ્રવાલની 427171 મત મળ્યા છે અને પ્રવીણ ખંડેલવાલને 516496 મત મળ્યા છે અને 89325 મતની લીડ થી પ્રવીણ ખંડેલવાલને ચાંદની ચોક ની સીટ થી જીત મળી છે.