સેમસંગ ‘બિગ ટીવી ડેઝ’ સેલ – અલ્ટ્રા-પ્રીમિયમ ટીવી પર તમારું ઘર એક ક્રિકેટ સ્ટેડિયમ જેવું દેખાશે
•બિગ ટીવી ડેઝ સેલ T20 ક્રિકેટ વર્લ્ડ કપ સાથે એકરુપ છે અને આ ઑફર્સ 75 ઇંચ અને તેનાથી ઉપરના અલ્ટ્રા-પ્રીમિયમ ટેલિવિઝન પર લાગુ છે.

ગુરુગ્રામ, ભારત – જૂન 03, 2024 – ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ એ આજે ટીવી સેંગમેન્ટમાં એક રોમાંચક ઓફર્સની જાહેરાત કરી છે, જેમાં અલ્ટ્રા પ્રીમિયમ Neo QLED, OLED અને Crystal 4K UHD ટીવીનો સમાવેશ થાય છે. T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ‘બિગ ટીવી ડેઝ’ ઑફર્સની શરૂઆત કરવામાં આવી છે, જેથી ઘરને સ્ટેડિયમ જેવું બનાવીને યૂઝર્સ ક્રિકેટના એન્ટરટેઇમેન્ટનો આનંદ માણી શકે.
બિગ ટીવી ડેઝ દરમિયાન સેમસંગ ટીવી ખરીદનારા કસ્મટમર્સને ખરીદેલ ટીવીના આધારે રૂ. 89990 ની કિંમતનું મફત સેરિફ ટીવી અથવા રૂ. 79990 નું સાઉન્ડબાર મફતમાં મળશે. કસ્મટમર્સ રૂ. 2990 થી શરૂ થતા સરળ EMI અને 20% સુધીનું કેશબેક પણ મેળવી શકે છે. આ ઑફર્સ Samsung.comના અગ્રણી રિટેલ સ્ટોર્સ અને અન્ય વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે, જે દેશભરમાં કસ્મટમર્સ માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઑફર્સ જૂન 1 થી જૂન 30, 2024 સુધી ઉપલબ્ધ રહેશે. આ ઑફર્સ 98″/85″/83″/77″/75″ સાઇઝમાં Neo QLED, OLED અને Crystal 4K UHD ટીવી રેન્જમાં પસંદગીના મોડલ્સ પર ઉપલબ્ધ છે.
સેમસંગ કસ્મટમર્સની લાઇફસ્ટાઇલ સુધારવા વ્યૂઇંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવા હોમ એન્ટરટેઇમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની પરિવર્તનકારી શક્તિ લાવી રહ્યું છે. આ ટેલિવિઝન ઘરના મનોરંજનના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે, AIના પાવર સાથે સુલભતા, ટકાઉપણું અને ઉન્નત સુરક્ષા પ્રદાન કરે છે.
સેમસંગ ઇન્ડિયાના વિઝ્યુઅલ ડિસ્પ્લે બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંઘ એ કહ્યું કે, ‘અમારું ‘બિગ ટીવી ડેઝ’ કેમ્પેઇન T20 ક્રિકેટ વર્લ્ડ કપ સાથે એકરુપ છે, જેથી બિગ સ્ક્રીન સાઇઝ અને પ્રીમિયમ વ્યૂઇંગ એક્સપિરિયન્સની વધતી માંગને પહોંચી શકાય. આકર્ષક ઓફર્સ સાથે Neo QLED, OLED અને Crystal 4K UHD ટીવી સહિતની અમારી અલ્ટ્રા પ્રીમિયમ રેન્જની ટીવી ઓફર કરીને અમે સ્ટેડિયમનો ઇમર્સિવ એક્સપિરિયન્સ સીધો અમારા કસ્મટર્સના ઘર સુધી પહોંચાડવાનો ધ્યેય ધરાવીએ છીએ. અમારા અદ્યતન AI સંચાલિત ટેલિવિઝન સાથે કસ્મટર્સ મહત્વપૂર્ણ પિક્ચર ક્વાલિટી, ઇમર્સિવ ઓડિયો અને આકર્ષક ડિઝાઇનની અપેક્ષા રાખી શકે છે. વધુમાં AIનો ઉમેરો કસ્મટર્સને 8K AI અપસ્કેલિંગ અને AI મોશન એન્હાન્સર- પ્રો જેવી સુવિધાઓ સાથે ક્રિકેટ જોવાનો અનુભવ પૂરો પાડે છે, જે ન્યૂનતમ બોલ ડિસ્ટોર્શન અને બ્લરિંગની સાથે લાઇવ મેચ દરમિયાન મહત્વપૂર્ણ સ્પષ્ટતા લાવવા માટે સાથે મળીને કામ કરે છે,”.
સેમસંગે આ ટેલિવિઝનમાં ઉપલબ્ધ ગેમિંગ, મનોરંજન, શિક્ષણ અને ફિટનેસ જેવી સેવાઓની રેન્જનો સમાવેશ કરવા માટે ભારતીય ગ્રાહકો માટે સ્થાનિક સ્માર્ટ અનુભવો પણ તૈયાર કર્યા છે. ક્લાઉડ ગેમિંગ સેવા યૂઝર્સને પ્લગ સાથે એએએ ગેમ્સનો અનુભવ કરવા અને કન્સોલ અથવા પીસીની આવશ્યકતા વિના રમવા માટે સક્ષમ બનાવે છે. સેમસંગ એજ્યુકેશન હબ યૂઝર્સને તમારા બાળકો માટે વધુ ઇન્ટરેક્ટિવ અને ઇમર્સિવ શીખવતા લાઇવ ક્લાસ સાથે મોટી સ્ક્રીન શીખવાનો અનુભવ કરવામાં મદદ કરે છે. વધુમાં ટીવી કી ક્લાઉડ સર્વિસ સાથે યૂઝર્સને હવે સેટ ટોપ બોક્સની જરૂર નથી કારણ કે તે ક્લાઉડ દ્વારા કન્ટેન્ટનું સીધું પ્રસારણ સક્ષમ બનાવે છે. સેમસંગ ટીવી પ્લસ સમાચાર, મૂવી, મનોરંજન અને વધુની ત્વરિત ઍક્સેસ સાથે 100+ ચેનલો મફતમાં પ્રદાન કરે છે.



