લાયન્સ ક્લબ હાર્મની દ્વારા આયોજિત રક્તદાન શિબિર
સુરતઃ ‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી જરૂરિયાતમંદો સુધી રક્ત પહોંચાડવાના લક્ષ્ય સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 73 માં જન્મદિવસ ના ભાગરૂપે વિશ્વ હિન્દૂ પરિષદ – બજરંગ દળ પ્રેરિત પવન પુત્ર હનુમાન જી મંદિર દ્વારા આયોજિત “રક્તદાન શિબિર અને હેલ્થ ચેકઅપ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ ના ગવર્નર દીપકભાઈ પખાળે, વાઇસ ગવર્નર લાયન્સ મોના દેસાઈ, લાયન્સ ક્લબ ઝોન 3 ના રિજન ચેયરપરસન ડો. રવિન્દ્ર પાટીલ, લાયન્સ ક્લબ હાર્મની અડાજણ ના અધ્યક્ષ જનાર્દન કશ્યપ , સેક્રેટરી રવિ પાલીવાલ , ટ્રેઝરર ભુવનેશ્વરી પાલીવાલ , વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ ના પવન નિષાદ ઉપસ્થિત રહ્યા હતા.
આ રક્તદાન શિબિર માં કુલ 125 બોટલ યુનિટ રક્ત નું દાન રક્તદાતાઓ દ્વારા કરવામાં આવ્યું. આ અમૂલ્ય કાર્ય બદલ સૌ રક્તદાતાઓ ને અભિનંદન સહ સ્વસ્થ જીવનની શુભકામના પાઠવી અને આ ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિઓના આયોજન બદલ સર્વે સ્વયંસેવકો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.