ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરુભગવંતે ૧૩ દીક્ષાર્થીઓને ભાગવતી દીક્ષા પ્રદાન કરી

સુરતની ધર્મભૂમિ પાલ મધ્યે રોમે રોમે પરમ સ્પર્શ નગરીમાં ૫૦૦થી વધુ સંતો અને ૨૦ હજારથી વધુ માનવ મહેરામણની વચ્ચે ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરુભગવંતે ૧૩ દીક્ષાર્થીઓને ભાગવતી દીક્ષા પ્રદાન કરી. સંસારનો સંપૂર્ણ ત્યાગ કરી આત્મસાધના અને સમાજ-રાષ્ટ્ર સેવા કરાવનારી જૈન દીક્ષા (સંન્યાસ) વર્તમાન વિશ્વની અજાયબી સમાન છે.

દીક્ષાર્થી નું નામ – દીક્ષાર્થી દીક્ષા બાદ નું નૂતન નામ અને એમના ગુરુનું નામ નીચે મુજબ છે.
1 મનોજભાઈ – સૌમ્યહૃદય વિજય ગણિ યોગરુચિ વિજય
2 વૃષ્ટિકભાઈ – વિશુદ્ધહૃદય વિજય -મુ. સૌમ્યહૃદય વિજય
3 ભવ્યભાઈ – ભક્તહૃદય વિજય – ગણિ વિમલયશ વિજય
4 કાવ્યભાઈ – કલ્પયશ વિજય – મુનિ અમરચંદ્ર વિજય
5 રાહુલભાઈ – ઋજુહૃદય વિજય – આ. કલ્પજ્ઞવિજય સૂરિ
6 જયાનભાઈ – નિર્મલહૃદય વિજય – મુ. શ્રમણવત્સલ વિજય
7 ઇન્દુબેન – સોહમ્ રતિ શ્રીજી – સા. અર્હમ્ રતિશ્રીજી
8 રંજનબેન – તારકયશાશ્રીજી – સા. કુલયશાશ્રીજી
9 શ્રેયાબેન – નિર્મલદશાશ્રીજી – સા. અસંગદશાશ્રીજી
10 જીલ્સીબેન – યશોનમ્યાશ્રીજી – સા. પરમધારાશ્રીજી
11 વૃષ્ટિબેન – વાત્સલ્યરતિશ્રીજી – સા. વાચનારતિશ્રીજી
12 ત્યાગીબેન જિનાજ્ઞારતિશ્રીજી – સા. આજ્ઞારતિશ્રીજી
13 પર્ષદાબેન પ્રવ્રજ્યારતિશ્રીજી-
સા. આર્જવરતિશ્રીજી



