સ્માર્ટ સુપરસ્ટોરની ખાતે વેરાવળમાં શરૂઆત
જૂનાગઢ રોડ ખાતે આવેલ સુપરસ્ટોરમાં ગ્રાહકોને વન-સ્ટોપ શોપિંગ સોલ્યુશન મળી રહેશે
વેરાવળ, જૂન 24th, 2022: બદલાતા યુગમાં સમય વધુ કિંમતી બની રહ્યો છે ત્યારે દરેક વર્ગ ઓછા સમયમાં વધુને વધુ કામ કેવી રીતે પાર પાડવું તેનો વિકલ્પ શોધી રહ્યાં છે જેના અનુસંધાને રિલાયન્સ રિટેલના સ્માર્ટ સુપરસ્ટોર મોટા ફોર્મેટ સુપર માર્કેટે તેનો પ્રથમ સ્ટોર વેરાવળમાં શરૂ કરી રહ્યાં છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને વન-સ્ટોપ શોપિંગ પૂરા પાડવાનો છે.
જેના દ્વારા ગ્રાહકોનો કિંમત સમયમાં બચત ઉપરાંત ખરીદીમાં પણ આકર્ષક ઓફરનો લાભ મેળવી શકશે.આ સ્ટોર્સ જૂનાગઢ રોડ ખાતે, TVS શોરૂમની સામે, હેરિટેજ હોટલ પાસે અને સાંઈબાબા મંદિર પાસે શરૂ કર્યો છે. સ્ટોર કરિયાણા, ફળો અને શાકભાજી, ડેરીથી લઈને કિચનવેર, હોમવેર, એપેરલ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ વગેરે સુધીના ઉત્પાદનોની વિશાળ શ્રેણી એક જ જગ્યા પર ઉપલબ્ધ કરવામાં આવી છે.
સ્માર્ટ સુપરસ્ટોર તેના મજબૂત મૂલ્ય દરખાસ્ત સાથે MRPથી ઓછામાં ઓછા 5 ટકા ડિસ્કાઉન્ટ સાથે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદનોની સમગ્ર શ્રેણી પર અને અન્ય આકર્ષક ઓફરો જેમ કે રૂ.1499ની કુલ ખરીદી પર એક કિલોગ્રામ ખાંડ માત્ર રૂ.9માં રજૂ કરવામાં આવી રહી છે. માસિક કરિયાણાની ખરીદી માટે સમગ્ર ભારતમાં પસંદગીનું આ સુપરમાર્કેટ છે. વધુમાં, તે સ્ટેપલ્સ અને ફળો/શાકભાજીઓ પર દરરોજ સૌથી ઓછી કિંમતો પણ ઓફર કરે છે.
વેરાવળ ખાતે સ્ટોરની શરૂઆત સાથે, સ્માર્ટ સુપરસ્ટોર હવે ગુજરાતમાં 35 થી વધુ સ્ટોર્સની ઉપસ્થિતી ધરાવે છે. 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો વિશાળ સ્ટોર વેરાવળમાં સૌથી મોટો ગ્રોસરી સુપર માર્કેટ હશે. તેના ગ્રાહક સહયોગીઓ, કાર્યાત્મક લેઆઉટ અને આકર્ષક ભાવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો સાથેનો આ સ્ટોર ગ્રાહકોના દિલ જીતી લેશે અને તેમના રોજિંદા જીવનનો હિસ્સો બની જશે.
આ ઉપરાંત સ્ટોરના ઉદ્ઘાટન ઉજવણી દરમિયાન ગ્રાહકો માટે છૂટક બાસમતી તિબર ચોખા 1 કિલો @ 65/-, સુપર સર્વોત્તમ રાઇસબ્રાન તેલ 1 લિટર @ રૂ.162, હેરિટેજ ઘી 1 લિટર @ રૂ.479 અને ઘણી વસ્તુઓ પર ખરીદો 1 મેળવો 1 મફત ઓફર્સ જેવી વિશિષ્ટ પ્રમોશનલ ઓફર્સ વધુ ગ્રાહકોને આકર્ષિત કરશે તેની ખાતરી છે.
વર્ષોથી, સ્માર્ટ સુપરસ્ટોરે તેના ગ્રાહકોની રોજીંદી જરૂરિયાતોથી લઈને ખાસ પ્રસંગો સુધીની કિંમત શ્રેણીમાં પૂરી કરી છે. ગ્રાહક પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરીને, સ્માર્ટ સુપરસ્ટોર્સ વિશાળ ફોર્મેટ સુપરમાર્કેટ કેટેગરીમાં તેના ઓફરની વિશાળ શ્રેણી અને ગ્રાહક સાથે તેના ફિઝિકલ જોડાણ સાથે વર્ગમાં શ્રેષ્ઠ શોપિંગ અનુભવ પૂરા કરવાનું ચાલુ રાખે છે.