નેશનલસુરત

ભૂગર્ભ જળ સ્તર વધારવા રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે જાગૃત્ત થવું જરૂરી: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ

ભીમરાડ ગામના દયાળ વિલા ખાતે 'વરસાદી જળસંચય' તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભીમરાડ ગામના દયાળ વિલા ખાતે ભૂગર્ભ જળશક્તિમાં વધારો કરવાના હેતુ સાથે ‘વરસાદી જળસંચય’ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ દયાળ વિલા સોસાયટીના સહેવાસીઓને રેઇન વોટર હાર્વેસ્ટીંગની સુવિધા ઊભી કરવા માટે અભિનંદન પાઠવી વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું. ભવિષ્યમાં પાણીની અછત ટાળવા,જમીનમાં પાણીના સ્તરમાં સુધારો કરવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ કરી શહેરભરમાં પાણીની ગુણવત્તા સુધારી પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરવાસીઓને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે જળ સંચય થકી જ ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થઈ શકશે એવો મત વ્યક્ત કરતા ઉમેર્યું કે, સ્થાનિકોને વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રોત્સાહન આપવા વહીવટી તંત્ર દ્વારા જ્યાં બોર છે ત્યાં બોર દ્વારા કે પછી અન્ય નવી ટેકનોલોજીની મદદથી પાણીના સંગ્રહની સુવિધા અંગે કામગીરી કરાઇ રહી છે. જેથી આગામી સમયમાં મહત્તમ લોકો પોતાના ઘરે કે સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રેરિત થશે અને અન્યોને પણ જળસંગ્રહની કામગીરી કરવા માટે પ્રોત્સાહન આપશે.

આ પ્રસંગે વૃક્ષારોપણ કરી મંત્રીએ પર્યાવરણ સંતુલનનો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મનપાના માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ સહિત ગ્રામજનો- સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button