બિઝનેસ

અરવિંદ સ્માર્ટ સ્પેસીસ નો વર્ષ  2025માં રૂ.1,500 કરોડની લોન્ચ પાઇપ લાઇન સાથે ગુજરાતમાં વૃદ્ધિનો લક્ષ્યાંક

સુરત:– ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપ મેન્ટ કંપનીમાં ની એક અરવિંદ સ્માર્ટ સ્પેસ લિમિટેડે (એએસએલ) છેલ્લા કેટલાંક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ, નવા પ્રોજેક્ટ લોંચ પગલે બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપની એ નાણાંકીયવર્ષ 2024 માં પૂરા થયેલા પાંચ વર્ષમાં બુકિંગમાં 38 ટકા વૃદ્ધિ અને કુલ કલેક્શનમાં 46ટકા વૃદ્ધિ નોંધાવી છે.જે ગુજરાતના પોર્ટ ફોલિયોમાં કુલ 68.8 મિલિયનચોરસફૂટ(એમએસએફ)નું યોગદાન આપે છે,જેમાં સુરતમાં 13એમએસએફ અને બાકીના વિસ્તારનો અમદાવાદમાં સમાવેશ થાય છે..

અરવિંદ સ્માર્ટ સ્પેસીસે નાણાંકીય વર્ષ  2024માં સુરતમાં એક પ્રોજેક્ટ ઉમેર્યો હતો, જે નાણાંકીય વર્ષ 2025માં લોન્ચ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટ ઉચ્ચ સંભવિત સુરત માર્કેટમાં એએસએલનો પ્રવેશ દર્શાવે છે. અમદાવાદ અને ગાંધીનગર સિવાય ગુજરાતનું આ ત્રીજું શહેર હશે. સુરત એક સ્થાપિત બિઝનેસ હબ છે અને ગુજરાતમાં પ્લોટેડ ડેવલપમેન્ટ/વીક એન્ડ હોમ્સ માટેના એક આશાસ્પદ બજાર તરીકે ઉભરી આવ્યું છે. પ્રોજેક્ટ લોકેશન સુરતના વિવિધ ભાગો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે તથા અંકલેશ્વર અને ભરૂચના ઔદ્યોગિક શહેરો ની નજીક છે. આ પ્રોજેક્ટ સુરતમાં ગોલ્ફ કોર્સ, વિશાળ ક્લબ હાઉસ, હજારોની સંખ્યામાં સંપૂર્ણ ઉગેલા મોટા વૃક્ષો સાથેના બગીચા અને પ્રાઇવેટ લેક સાથેનો સૌ પ્રથમ મોટા પાયે પ્લોટિંગ પ્રોજેક્ટ હોવાની કલ્પના કરવામાં આવી છે.

અરવિંદ સ્માર્ટ સ્પેસીસ ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી કમલસિંગલે જણાવ્યું હતું કે“અમે ગુજરાતના રેસિડેન્શિયલ માર્કેટ વિશે ખૂબ આશાવાદી છીએ અને ત્યાં ઘણી મોટી ગોલ્ફ થીમ આધારિત ટાઉન શિપ વિકસાવવા માટે ઉત્સાહિત છીએ. અમારી પાસે હવે અમદાવાદ, ગાંધીનગર અને સુરત સહિત ગુજરાતમાં 69 એમએસએફના પ્રોજેક્ટ્સ છે.

પોતાની ગુજરાત-સંબંધિત વિસ્તરણ યોજનાઓ માં, અરવિંદ સ્માર્ટ સ્પેસ અમદાવાદ અને સુરતમાં વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. નાણાંકીયવર્ષ 2025માં આયોજિત કુલ રૂ. 2,500 કરોડના મૂલ્યના નવા લોન્ચમાંથી, રૂ. 1,500 કરોડ અમદાવાદ અને સુરતમાં કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button