બિઝનેસસુરત

ઉમરપાડામાં કુપોષણ સામે લડતી આંગણવાડી કાર્યકરોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘માતા યશોદા ઍવોર્ડ’થી સન્માન

સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ વિભાગે ઉમરપાડાના બિરસામુંડા ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહિત કરવાનો હતો. જેમાં અદાણી ફોઉન્ડેશન ની સુપોષણ સંગીની બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા .

આ કાર્યક્રમમાં સંગીની બહેનો જેમણે ઉમરપાડા તાલુકામાં કુપોષણને દૂર કરવા માટે સતત કાર્ય કરીને બાળકો અને માતાઓને સજાગ કર્યા છે તેવા બહેનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકર બહેનોને પણ “માતા યશોદા એવોર્ડ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પીએસઆઈ સાહેબે બહેનો ની સુરક્ષા માટે ના કાયદાઓ વિષે ખુબજ સુંદર માહિતી આપી.

આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી દરિયાબેન વસાવા અધ્યક્ષશ્રી આદિજાતિ અને મહિલા બાલ વિકાસ સમિતિ જિલ્લા પંચાયત, આર.કે.ચૌધરી મામલતદારશ્રી ઉમરપાડા, રમેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, ઉમરપાડા, શીતલબેન પટેલ સી.એસ.આર. હેડ અદાણી ફાઉન્ડેશન, બી.કે. મીનાદીદી બ્રહ્માકુમારીશ્રી, શ્રીમતી શારદાબેન ચૌધરી, સદસ્યશ્રી તા.પં.ઉમરપાડાની સાથે આંગણવાડી કાર્યકર બહેનો, સુપોષણ સંગીની બહેનો, અદાણી ફોઉન્ડેશન અને આઇ.સી.ડી.એસના સભ્યો ભેગા મળી ને મહિલા દિવસની અર્થસભર ઉજવણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button