અમદાવાદઃ અગ્રણી નૉલેજ પ્રોસેસીંગ આઉટસોર્સિંગ પ્રોવાઈડર એનાલિટીક્સ સોલ્યુશન્સનું “ગ્રેટ પ્લેસ ટુ વર્ક” એવોર્ડથી બહુમાન કરાયું છે, જે કર્મચારીઓની કારકીર્દિમાં વૃધ્ધિ અંગેની કંપનીની કટિબધ્ધતા વ્યક્ત કરે છે.
દુનિયામાં પ્રસિધ્ધ અગ્રણી સર્વેક્ષણ સંસ્થા GPTW તરફથી ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે કરાયેલા એક ઘનિષ્ઠ સર્વેક્ષણ પછી ઉદ્યોગમાં બેંચમાર્ક ગણાતા 70 ટકાની તુલનામાં 75 ટકા ટ્રસ્ટ ઈન્ડેક્સ હાંસલ કરીને ડિસેમ્બર, 2022 અને 2023ના ગાળા માટે એનાલિટીક્સને આ બહુમાન પ્રાપ્ત થયુ છે, જે કર્મચારીઓમાં બહેતર સંતોષની સ્થિતિ વ્યક્ત કરે છે.
એનાલિટીક્સ સોલ્યુશન્સના સીઈઓ અને સ્થાપક સતિષ પટેલ જણાવે છે કે “અમને ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકેનું સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે તે વાસ્તવમાં અમારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. અમારી કર્મચારીલક્ષી ઉદાહરણરૂપ નીતિઓ અને પ્રણાલિઓને આ એવોર્ડ મારફતે માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સર્ટિફિકેશન અમારી ટીમના વિકાસ માટેની અમારી કટિબધ્ધતા વ્યક્ત કરે છે. એનાલિટીક્સમાં દરેક વ્યક્તિએ એવોર્ડ માટે કરેલા સખત પરિશ્રમનું અને પસંદગીના એમ્પ્લોઈ બનીને ઉત્તમ પ્રતિભાઓ આકર્ષીને કર્મચારીઓમાં ભવિષ્ય માટેની ક્ષમતાનું સંવર્ધન કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ, આ કારણે જ અમને આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.”
એનાલિટીક્સ વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ અને CHRO Asia તરફથી ઓગષ્ટ 2022માં બીપીઓ ઈનોવેશન સમીટ એન્ડ એવોર્ડની 9મી એડિશનમાં “બેસ્ટ પ્લેસ ટુ વર્ક” તરીકે વિજેતા બન્યા પછી તથા વર્ષ 2022-2023માં ગુજરાત સ્ટેટ બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ એવોર્ડ 2022 સમારંભમાં એવોર્ડ હાંસલ થયા થોડાંક મહિના પછી એનાલિટીક્સને આ બહુમાન હાંસલ થયુ છે.
એનાલિટીક્સે સફળતાપૂર્વક આશરે 400 કર્મચારીઓનો સમાવેશ કરીને ચાલુ નાણાંકિય વર્ષમાં તેમની ટીમની સાઈઝ 750/800 સુધી પહોંચાડી છે. સંખ્યામાં થયેલા આ ઝડપી વધારો ગુજરાત સરકારની નવી IT/ITES Policy ની જાહેરાત પછી કરાયો છે. એનાલિટીક્સે રાજ્ય સરકાર સાથે નવી નીતિ અંગે સંમતિ દાખવીને સમજૂતિના કરાર કરીને રૂ.250 કરોડનું મૂડીરોકાણ કરવાની કટિબધ્ધતા વ્યક્ત કરી છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે “અમે ગુજરાતમાં વર્ષ 2025 સુધીમાં 1500થી 2000 વધુ લોકોને રોજગારી આપવાની કટિબધ્ધતા વ્યક્ત કરી છે. અમારી જરૂરિયાતોના અંદાજ તથા નિમણુંકોની વર્તમાન ગતિને ધ્યાનમાં લેતાં અમને વિશ્વાસ છે કે અમે નિર્ધારિત સમય પહેલાં આ કામગીરી પૂર્ણ કરીને એનાલિટીક્સને વિકાસના હવે પછીના તબક્કે લઈ જઈશું.”
વર્ષ દરમ્યાન એનાલિટીક્સે વડોદરામાં તેની પ્રથમ ઓફિસનો પ્રારંભ કર્યો છે તથા અમદાવાદમાં વધુ મોટી ઓફિસમાં પ્રવેશ કર્યો છે. કંપની પોતાની કારકીર્દિનું નિર્માણ કરવા ઈચ્છતી સ્થાનિક પ્રતિભાઓને ઝડપથી વૃધ્ધિ હાંસલ કરી રહેલા અને અત્યંત આકર્ષક કેપીઓ ઈન્ડસ્ટ્રીમાં કારકીર્દિ નિર્માણની તક આપવા માટે કટિબધ્ધ છે. આ ઉપરાંત એનાલિટીક્સ તેના કર્મચારીઓ માટે તા. 28 જાન્યુઆરીના રોજ ક્લબ ઓ-7, શેલા અમદાવાદ ખાતે વાર્ષિક સમારંભમાં આયોજન કરી રહી છે, જેમાં ભારતમાંથી તેમજ અમેરિકાથી કર્મચારીઓ આ સમારંભમાં સામેલ થશે. આ સમારંભમાં કંપનીની કામગીરી અને વિકાસ આયોજનો અંગે તાજી ઔપચારિક માહિતી આપવાની સાથે સાથે કર્મચારીઓ માટે કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.
એનાલિટીક્સ નાના અને મધ્યમ કદના એકમોને મલ્ટી ડિવીઝનલ આઉટસોર્સિંગ ટેકનોલોજી એનેબલ્ડ અને વેલ્યુ-ડ્રીવન સોલ્યુશન્સમાં નિપુણતા ધરાવે છે. એનાલિટીક્સ પોતાના ક્લાયન્ટસ સાથે ઘનિષ્ટ કામગીરી કરીને ફૂડ એન્ડ બેવરેજીસ ઈન્ડસ્ટ્રી, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશનલ સર્વિસીસ, રિટેઈલ, ઈનડોર, સ્પોર્ટીંગ, ફેસિલિટીઝ, ઈ-કોમર્સ, ફ્રેન્ચાઈઝીઝ અને ટકાઉ મેડિકલ ઈક્વિપમેન્ટસ સહિતની સગવડો પૂરી પાડે છે.
કંપની વિવિધ ક્ષેત્રોમાં નિપુણતા ધરાવે છે, જેમાં એકાઉન્ટીંગ અને ફાયનાન્સ, મેડિકલ બીલીંગ, આઈટી અને AV નો સમાવેશ થાય છે. તે પોતાના ગ્રાહકોને એફિશ્યન્ટ સિસ્ટમ્સ અને પ્રોસેસીસ, રિલાયેબલ ડેટા અને ઈન્ડસ્ટ્રિયલ ઈનસાઈટમાં સહાયરૂપ બને છે. એનાલિટીક્સ અમેરિકામાં બોસ્ટન, ફ્લોરિડા અને ટેક્સાસ ખાતે પણ તેની ઓફિસો ધરાવે છે.