
સુરત મહાનગરપાલિકા સંચાલિત વિવિધ સુમન હાઇસ્કૂલના લગભગ 200 વિદ્યાર્થીઓ માટે 14મી અને 15મી જૂન, 2024ના રોજ નવા શૈક્ષણિક વર્ષના આરંભે SVNIT ખાતે ડ્રોન ટેકનોલોજી પર બે દિવસની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ડૉ. આનંદ દરજી, પ્રોફેસર, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ SVNITના પ્રશાસન હેઠળ યોજાયું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડેપ્યુટી કમિશનર મીના બેન ગજ્જરની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
ડ્રોન, જેને Unmen એરિયલ વાહનો (UAVs) તરીકે પણ ઓળખવામાં આવે છે, હવે કૃષિ, સિનેમેટોગ્રાફી, પર્યાવરણની દેખરેખ અને પેકેજ ડિલિવરી સહિતના વિવિધ ઉદ્યોગોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ડ્રોન ટેકનોલોજીના મૂળભૂત જ્ઞાન અને રીમોટ કંટ્રોલ સિમ્યુલેટર પર ડ્રોન ઉડાવવાની પ્રેક્ટિકલ અનુભૂતિ મેળવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ડ્રોનના વિવિધ ક્ષેત્રોમાંના ઉપયોગ વિશે પણ જાણી.
આ કાર્યક્રમને સુમન હાઇસ્કૂલના પ્રશાસનિક સ્ટાફની મદદથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સુક હતા અને તેમણે આ કાર્યક્રમનો સંપૂર્ણ લાભ લીધો.
આ રીતે, ડ્રોન ટેકનોલોજી પર જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ સફળ રહ્યો અને SVNIT તથા સુમન હાઇસ્કૂલના પ્રશાસનના સક્રિય સહકારથી વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ માહિતી મળી.