એજ્યુકેશનસુરત

સુરતના અમૃતાંશ સિંહાએ જેઈઈ મેઇન્સ 2024ના પહેલા સેશનમાં 99.98 પર્સેન્ટાઇલ મેળવ્યા

આકાશ બાયજુસના વિદ્યાર્થીની મેથ્સમાં 100 પર્સેન્ટાઇલની સિદ્ધિ

સુરત : આકાશ બાયજુસ સુરતના તેજસ્વી વિદ્યાર્થી અમૃતાંશ સિંહાની નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે જેણે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (જેઈઈ) મેઇન 2024ના પહેલા સેશનમાં 99.98 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે.

તેણે મેથેમેટિક્સમાં પણ પરફેક્ટ 100 પર્સેન્ટાઇલ મેળવીને ભારતની સૌથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૈકીની એક પરીક્ષામાં તેની અડગ પ્રતિબદ્ધતા તથા શૈક્ષણિક ઉત્કૃષ્ટતા દર્શાવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે સવારે પરિણામો જાહેર કર્યા હતા જે આ વર્ષે એન્જિનિયરિંગ માટે નિર્ધારિત બે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ પૈકીની પહેલીની શરૂઆત દર્શાવે છે.

વિશ્વભરમાં સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા ગણાતી આઈઆઈટી જેઈઈ પાસ કરવાની મહત્વાકાંક્ષા સાથે આકાશના ક્લાસરૂમ પ્રોગ્રામમાં જોડાયેલા અમૃતાંશ સિંહાએ ટોચના પર્સેન્ટાઇલ મેળવવા માટેનું શ્રેય ફંડામેન્ટલ કન્સેપ્ટ્સને સમજવા અને શિસ્તબદ્ધ અભ્યાસ પદ્ધતિ જાળવી રાખવા માટે તેની પ્રતિબદ્ધતાને આપ્યું છે. આભાર વ્યક્ત કરતા તેણે જણાવ્યું હતું કે “બંને બાબતોમાં મને મદદ કરવા બદલ હું આકાશનો આભાર માનું છું. ઇન્સ્ટિટ્યૂટના કોમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ અને કોચિંગ વિના આટલા ઓછા સમયમાં વિવિધ વિષયોના કન્સેપ્ટ્સમાં નિપુણતા મેળવવી શક્ય નહોતી.”

અમૃતાંશ સિંહાને અભિનંદન પાઠવતા આકાશ બાયજુસના રિજનલ ડિરેક્ટર શ્રી અમિત રાઠોડે જણાવ્યું હતું કે “અમૃતાંશનું નોંધપાત્ર પ્રદર્શન વ્યાપક કોચિંગ અને નવીનતમ લર્નિંગ સોલ્યુશન્સ સાથે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવાની આકાશ બાયજુસની પ્રતિબદ્ધતા દર્શાવે છે જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે. અમે તેને આગામી પ્રયાસ માટે તથા તેના ભવિષ્યના સાહસો માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”

વિદ્યાર્થીઓને તેમનો સ્કોર વધારવા માટે એકથી વધુ તકો મળે તે માટે જેઈઈ (મેઇન્સ)ને બે સેશન્સમાં તૈયાર કરવામાં આવી છે. જેઈઈ એડવાન્સ્ડ વિશેષરૂપે પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)માં એડમિશનની સુવિધા આપે છે, જ્યારે જેઈઈ મેઇન અનેક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એનઆઈટી) અને ભારતની કેન્દ્રીય સહાય મેળવતી અન્ય એન્જિનિયરિંગ કોલેજોના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. જેઈઈ એડવાન્સ્ડમાં ભાગ લેવા માટે જેઈઈ મેઇનની પરીક્ષા આપવી જરૂરી છે.

આકાશ બાયજુસ હાઇસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલા વિવિધ કોર્સ ફોર્મેટ્સ દ્વારા વ્યાપક આઈઆઈટી-જેઈઈ કોચિંગ પૂરું પાડે છે. તાજેતરમાં જ આકાશે કમ્પ્યૂટર આધારિત ટ્રેનિંગ વિકસાવવા પર તેનું ધ્યાન વધાર્યું છે. તેનું નવીનતમ આઈટ્યૂટર પ્લેટફોર્મ રેકોર્ડ કરેલા વીડિયો લેક્ચર્સ પૂરા પાડે છે જેથી વિદ્યાર્થીઓ તેમની પોતાની રીતે શીખી શકે અને ચૂકી ગયેલા સેશન્સનો ફરીથી અભ્યાસ કરી શકે. આ ઉપરાંત, વાસ્તવિક પરીક્ષાની જેમ જ મોક ટેસ્ટ લેવાય છે જેનાથી વિદ્યાર્થીઓ અસરકારક રીતે પરીક્ષા આપવા માટે જરૂરી રીતે સાનુકૂળ અને આત્મવિશ્વાસુ થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button