એએમ/એનએસ ઈન્ડિયા કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યની જાગૃતિ માટે વિશ્વ દિવસની ઉજવણી કરશે
સ્ટીલ અગ્રણી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ 28 એપ્રિલના રોજ તેની હજીરા સાઇટ ખાતે બ્લડ ડોનેશન, આઈ ચેક અપ અને સલામતી જાગૃતિના કાર્યક્રમો હાથ ધરશે
હજીરા,સુરત: સ્ટીલ અગ્રણી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમ/એનએસ) ઈન્ડિયા 28 એપ્રિલના રોજ ગુરુવારે તેના કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યની જાગૃતિ માટે વિશ્વ દિવસ નિમિત્તે અલગ-અલગ કાર્યક્રમો સાથે ઉજવણી કરશે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને(ILO) કામ પર થતા અકસ્માતો, આરોગ્ય જાળવણી અને કર્મચારીઓની સલામતી વધારવા બાબતે વર્ષ 2003 28 એપ્રિલથી દર વર્ષે વિશ્વ સલામતી અને આરોગ્ય દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું છે.
કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે વિશ્વ દિવસ 2022 નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં તમામ વિભાગોના અગ્રણીઓ દ્વારા હસ્તાક્ષર અભિયાન અને રક્તદાન શિબિરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સલામતી પર આંતરદૃષ્ટિ પર એક ઓનલાઈન સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં એએમ/એનએસ ઈન્ડિયાના ટોચના મેનેજમેન્ટ હાજરી આપશે. ડ્રાઇવરો માટે એક ફ્રી આંખની તપાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે સલામતી તાલીમ આપવા માટે નિષ્ણાત ફેકલ્ટીને આમંત્રિત કરવામાં આવ્યા છે.
એએમ/એનએસ ઈન્ડિયાના હજીરા સ્ટીલ કોમ્પ્લેક્સના સેક્શન હેડ, સેફ્ટીના દત્તાત્રેય ગોરએ જણાવ્યું હતું કે “સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અહીં કામ કરતા લોકોની સલામતી કરતાં બીજું કંઈ મહત્વનું નથી. અમારી એકમાત્ર પ્રતિબદ્ધતા એ છે કે અમારી કામગીરીમાં શૂન્ય મૃત્યુ, શૂન્ય ગંભીર ઈજા અને શૂન્ય નુકસાન હોવું જોઈએ.
અમે સ્ટીલ ઉત્પાદનમાં વૈશ્વિક લિડર બનવા માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ અમે સલામતી કામગીરીમાં વૈશ્વિક લિડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.” વધુમાં, હેલ્થ સેફટી વિભાગની વિવિધ સિદ્ધિઓ વિશે પણ ચર્ચા કરી હતી.
તબીબી સલાહકાર ડો. મુકુર પેટ્રોલવાલાએ જણાવ્યું હતું કે કાર્યસ્થળો પર અકસ્માતોને રોકવા માટે સલામતીના ધોરણો અને પ્રથાઓનું કડક પાલન આવશ્યક છે અને તે દરેક કર્મચારીનું લક્ષ્ય હોવું જોઈએ.
કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે વિશ્વ દિવસ 2022ની થીમ સકારાત્મક સલામતી અને આરોગ્ય સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે. એએમ/એનએસ ઈન્ડિયા કામ પર સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે
એએમ/એનએસ ઈન્ડિયાએ સંસ્થાની અંદર સુરક્ષા સંસ્કૃતિને વધુ વધારવા માટે અનેક પહેલ શરૂ કરી છે. જેમાં ઓર્ગેનાઇસેશનમાં લિડર્સની સેફટી લિડરશિપ સ્કિલ્સ, એક મજબૂત સલામતી સંસ્કૃતિ વિકસાવવી અને તેને મજબૂત રીતે જાળવવી, સલામતીના વિવિધ પાસાઓ પર નિયમિત તાલીમ આપવી અને સલામતી અકસ્માતોની તપાસ વધારવાનો સમાવેશ થાય છે.
એએમ/એનએસ ઈન્ડિયા હજીરા ખાતે કેર નર્સિંગ હોમના ડો. બ્રિજેશ શુક્લાએ હાલ ગરમીની સ્થિતિ વિશે વાત કરીને મોટાભાગના ઉદ્યોગોમાં કાર્યસ્થળે હાજર રહેતા લોકો પર થતી અસરો વિશે વિશેષ વાત કરી હતી. આ સાથે ગરમીથી થતી સમસ્યા અને તેના ઉપાયો પર પણ ચર્ચા હાથ ધરી છે. ઉપરાંત, દર 15 મિનિટે પાણી પીતા રહેવા મુદ્દે પણ ધ્યાન દોર્યું હતું.
અમે બધા કંપનીના પ્રતિનિધિઓ અને કર્મચારીઓ માટે સલામતી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ જેથી તેઓ કામ પર ગરમીની બિમારીઓથી બચવાના ઉપાયોથી વાકેફ રહે, તેમ ડો. શુક્લાએ જણાવ્યું હતું.
ક્વોલિટી હેડ દીપક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સુરક્ષા ટોચના મેનેજમેન્ટથી લઈને વરિષ્ઠ નેતૃત્વ ટીમ અને નીચે સુધી અમલી છે અને અમે સાથે મળીને તમામ કર્મચારીઓને સલામત અને આરોગ્યપ્રદ કાર્ય વાતાવરણ પૂરુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જે અમારી સૌથી મોટી સંપત્તિ છે.