ધર્મ દર્શનસુરત

અખિલ ભારતીય દરજી મહાસભા ગુજરાત પ્રદેશ દ્વારા  સમાજને સંગઠીત કરવાની સંકલ્પ યાત્રા સાથે સુરતમાં કાર્યક્રમ યોજાયો

સુરતઃ દરજી સમાજનું રાષ્ટ્રીય સંગઠન અખિલ ભારતીય દરજી મહાસભા દ્વરા સૌ પ્રથમ વાર ગુજરાતભરના દરજી સમાજને સંગઠીત કરવાની જવાબદારી સોંપવા માટે ગુજરાતના નવસારીના દરજી સમાજના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી  હેમંતભાઈ ટેલરની રાષ્ટ્રીય અધ્યક્ષ  રામબાબુ નામદેવ દ્વારા પસંદગી કરવામાં આવી અને તેઓને રાષ્ટ્રીય મહાસચીવ તરીકેની અમૂલ્ય પદવી પર નિયુક્ત કરવામાં આવ્યા. આમ દરજી સમાજના રાષ્ટ્રીય કક્ષાના સંગઠનની ગુજરાત પ્રદેશમાં શુભ શરૂઆત થઈ શકી.

ગુજરાત પ્રદેશના ખુબજ ઉત્સાહી અને સેવાભાવી એવા હેમંતભાઈ ટેલરની વિનમ્રતા અને સંગઠનને મજબુત કરવાની ક્ષમતાથી પ્રભાવીત થઈ દરજી સમાજના જ્ઞાતિરત્ન અને ભારત દેશના મહામહીમ રાષ્ટ્રપતી દ્વારા પદ્મશ્રી જેવા મહત્વપૂર્ણ સન્માનથી સન્માનિત એવા પદ્મશ્રી ડૉ. કનુભાઈ ટેલર (સુરત) ને ગુજરાત પ્રદેશના સૌરક્ષક તરીકેની સેવા આપવા અને સમાજને સંગઠીત કરવાની દિશામાં કટીબધ્ધ કરવામાં આવ્યા.

રાષ્ટ્રીય મહાસચીવ  હેમંતભાઈ ટેલર અને ગુજરાત પ્રદેશના સંરક્ષકના પદ્મશ્રી ડૉ. કનુભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  ઘનશ્યામભાઈ દરજી દ્વારા ખુબજ બાહોસ, ઉત્સાહી અને સમાજસેવામાં અગ્રેસર એવા ચાર મહામંત્રીશ્રીઓની મધ્ય ઝોનમાંથી  પરેશભાઈ ચૌહાણ (ગોધરા), દક્ષિણ ઝોનમાંથી શ્રી સંજયભાઈ હિંગુ (સુરત),

ઉત્તર ઝોનમાંથી  કલ્પેશભાઈ નાંઢા અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી શ્રી ભરતભાઈ દુદકીયાની નિયુક્તી કરવામાં આવી. ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ અને ચાર મહામંત્રીઓ તેમજ ઉપપ્રમુખશ્રી ઉમેશભાઈ ધામેચા (જે.પી.) રાજકોટ, શ્રી ગૌરાંગભાઈ દરજી-કાલોલના અમૂલ્ય સાથ સહકાર અને સલાહ સુચનથી પ્રદેશની ૨૫ પદાધિકારીઓની યાદી ખુબજ ઝડપથી તૈયાર કરી જાહેર કરવામાં આવી.

તેમજ ગુજરાત પ્રદેશના મહિલા પરિષદના સંરક્ષક તરીકે શ્રીમતી નયનાબેન જે. સોલંકી (અમદાવાદ) અને અધ્યક્ષ તરીકે કચ્છ જિલ્લાના શ્રીમતી ભાવનાબેન દરજી સહિત ૨૫ પદાધિકારીઓની યાદી તૈયાર કરી જાહેર કરવામાં આવી. તેમજ ગુજરાત પ્રદેશના યુવા પરિષદના સંરક્ષક તરીકે મહામહીમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા પદ્મશ્રી જેવા અમૂલ્ય સંન્માનથી સન્માનિત અને સાહિત્ય ક્ષેત્રે ખુબજ આગવી પ્રતિભા ધરાવનાર પદ્મશ્રી ડૉ. પ્રવિણભાઈ દરજી (લુણાવાડા) અને અધ્યક્ષ તરીકે ગોંડલના ધારાસભ્યના પી.એ.  નિલેશભાઈ જેઠવા સહીત ૨૫ પદાધિકારીઓની યાદી તૈયાર કરી જાહેર કરવામાં આવી. તેમજ સમાજના અગ્રણી અને સમાજ સેવાના પ્રખર અનુભવી અને સમાજના ઘડવૈયા સમાન પ્રતિષ્ઠિત ૧૭ મહાનુભવોને સલાહકાર સમિતિમાં માન સન્માન આપવામાં આવ્યું.

 

આમ ગુજરાત રાજ્યમાં દરજી સમાજના સંગઠનને મજબુત બનાવવા સમાજના જ્ઞાતિરત્નો, પદ્મશ્રી જેવા મહામૂલ્યો સન્માનથી સન્માનિત, સમાજના ઘડવૈયા અનુભવી પ્રતિષ્ઠિત સલાહકાર, સમાજ સેવાના અનુભવી એવા સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનો ખુબજ ઉત્સાહભેર આ રાષ્ટ્રીય સંગઠનના સેવાકાર્યોમાં જોડાયા.

ગુજરાતભરના દરેક જિલ્લા અને મહાનગરોના ઉત્સાહી સમાજ સેવકો સમાજની સેવા માટે પ્રોત્સાહીત થાય એવાહેતુથી દરેક જિલ્લા અને મહાનગરની પણ કારોબારીની રચના કરવાનું નકકી કરવામાં આવ્યું અને દરેક જિલ્લા અનેમહાનગરોના પ્રભારી અને પ્રમુખની નિયુક્તી કરવામાં આવી અને આવનારા સમયમાં દરેક તાલુકાના સમાજ સેવકોને પ્રોત્સાહીત કરી સમાજ સેવામાં જોડી કારોબારી બનાવવાની વિચારણા કરવામાં આવી.

આ પ્રકારે ગુજરાતભરના નાનામાં નાના ગામડાઓ સુધી જ્ઞાતિજનો સંગઠીત બને અને સમાજની સમસ્યાઓ હલ કરવા માટે પ્રદેશના આ સંગઠનમાં આશરે ૬૦૦૦ જેટલા સમાજસેવકો જોડાઈને સમાજને સંગઠીત બનાવવા સાથ સહકાર આપે તેવી સંભાવના છે. આવી મજબુત સંગઠન શક્તિથી આવનારા સમયમાં ગુજરાતભરના દરજી સમાજના જ્ઞાતિજનોના હિત માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ઘરવામાં આવશે.

જેમાં શિક્ષણ પ્રત્યે ખૂબજ પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ ભારત દેશના  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનો દરેક સમાજને જે સંદેશ છે કે, ગોળ, પંચ વાળા દુર કરી કુરીવાજોમાંથી મુક્ત થઈ સંગઠીત બનો તે પ્રમાણે અનુસરણ કરી સમાજને સંગઠિત બનાવવાનો મકકમ નિરધાર કરી દરજી સમાજના સંગઠનને પ્રાથમિકતા આપવામાં આવશે. અને સમાજના દિકરા-દિકરીના વેવિશાળ માટે પડતી મુશ્કેલીઓનું યોગ્ય નિવારણ થાય તે દિશામાં યોગ્ય માર્ગ બનાવવાનો દ્રઢ સંકલ્પ છે,

સમાજને સંગઠિત કરી યોગ્ય દિશા તરફ લઈ જઈ સમાજને દરેક ક્ષેત્રે પ્રગતિ શક્ય બને તેવા હેતુંથી ગુજરાતભરના પાંચેય ઝોનમાં પારદર્શક કાર્ય કરવાના પ્રયત્નો કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button