અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્રેડ થયા
મજબૂત ક્રેડિટ પ્રોફાઇલના આધારે સ્થિર આઉટલૂક સાથે IND AA- રેટિંગ
મુંબઈ : ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ અને તેની સ્થાનિક પેટાકંપની ઈન્ડિયા રેટિંગ્સે મજબૂત એક્ઝિક્યુશન સ્કેલ-અપ અને ક્રેડિટ પ્રોફાઇલના આધારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સને અપગ્રેડ કર્યુ છે. ફિચ રેટિંગ્સે મજબૂત ક્રેડિટ પ્રોફાઇલના આધારે AGEL રિસ્ટ્રીક્ટેડ ગ્રૂપ 1ની 2042ની 18 વર્ષની સંપૂર્ણ દેવામુક્ત સુરક્ષિત નોંધોને ‘BBB-‘ તરીકે રેટ કરી છે. અદાણી ગ્રુપની કંપની માટે આઉટલુક પણ સ્થિર રાખવામાં આવ્યું છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ 1 (AGEL RG1) દ્વારા આ નોટ્સ જારી કરવામાં આવી છે. જેમાં અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી-થ્રી લિમિટેડની ત્રણ પેટાકંપનીઓ પરમપૂજ્ય સોલર એનર્જી પ્રાઈવેટ, પ્રયત્ન ડેવલપર અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સમાવેશ થાય છે.
ફિચે 30મી મેના રોજ જારી કરેલી નોંધમાં જણાવ્યું હતું કે, આ રેટિંગ AGEL RG1ના રી-ફાઇનાન્સ બાદના ક્રેડિટ પ્રોફાઇલને દર્શાવે છે. જે સમગ્ર ભારતમાં 930 મેગાવોટની સંયુક્ત ક્ષમતા સાથે સૌર ઊર્જા ઉત્પાદન અસ્કયામતોનું સંચાલન કરે છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે લાંબા ગાળાના ફિક્સ્ડ-પ્રાઈસ પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ, વ્યાવસાયીક રીતે કારગર ટેકનોલોજી, અનુભવી સંચાલન અને જાળવણી અને પર્યાપ્ત નાણાકીય પ્રોફાઇલના આધારે આ રેટિંગ કરવામાં આવ્યું છે. રેટિંગ્સમાં અપગ્રેડ એ હોલ્ડિંગ કંપનીના લાભના સંદર્ભમાં નીતિમાં AGELના ફેરફારોને પણ પ્રતિબિંબિત કરે છે.
દરમિયાન, ઈન્ડિયા રેટિંગ્સે અદાણી જૂથની કંપનીના લાંબા ગાળાના ઈશ્યુઅર રેટિંગને સ્થિર આઉટલૂક સાથે ‘IND A+’ થી ‘IND AA-‘માં અપગ્રેડ કર્યું છે. એજન્સીએ જણાવ્યું હતું કે અપગ્રેડ કંપનીના મજબૂત એક્ઝિક્યુશન સ્કેલ-અપ મજબૂત કાઉન્ટર-પાર્ટી ડાઇવર્સિફિકેશન અને ડિલિવરેજિંગના પરિણામે આવ્યું રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રીન દેશની સૌથી સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાંની એક છે. ભારતના ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને અનુરૂપ AGEL 2030 સુધીમાં 45 GW થી વધુની ડિલિવરીની પ્રતિબદ્ધતા ધરાવે છે. ‘આત્મનિર્ભર ભારત’ પ્રોગ્રામ હેઠળ રિન્યુએબલ એનર્જી ફૂટપ્રિન્ટને વેગ આપવા તેમજ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન માટે AGEL એ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે વિશ્વની સૌથી મોટી ગ્રીન પાવર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. AGEL ની સકારાત્મક પહેલોના પરિણામે તેની કામગીરી અને રેટિંગ્સમાં પરિવર્તન આવ્યું છે.