અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતમાં 300 મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ૫ણે કાર્યાન્વિત કર્યો
9,604 મેગાવોટના કાર્યાન્વિત રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો સાથે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મજબૂત અધિપત્ય
અમદાવાદ : ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકની એક અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ ગુજરાતમાં 126 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતા કાર્યરત કરવા સાથે 300 મેગાવોટના પવન ઉર્જાના આ પ્રકલ્પને સંપૂર્ણપણે સંપ્પન કર્યો છે. આ અગાઉ 174 મેગાવોટ વીજ ઉત્પાદન કાર્યરત કરવામાં આવ્યું હતું.
300 મેગાવોટનના આ પવન ઉર્જા પ્રકલ્પ 1,091 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે વાર્ષિક અંદાજે 0.8 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળશે.
આ પ્રકલ્પના સંપૂર્ણ કાર્યાન્વયન સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ રિન્યએબલ એનર્જીના બજારમાં તેના અધિપત્યને મજબૂત તાકતવર બનાવ્યું છે, જે 9,604 મેગાવોટના ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોનું સંચાલન કરે છે. ક્લાઉડ આધારિત એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (ENOC) પ્લેટફોર્મ, દ્વારા તેની કાર્યરત અસ્ક્યામતોની સારસંભાળ રાખવામાં આવે છે, જે રીઅલ-ટાઇમ મોનિટરિંગને સક્ષમ કરવા સાથે ઉદ્યોગ દોરવણીની કામગીરી માટે એનાલિટિક્સ અને મશીન લર્નિંગ સેટિંગ બેન્ચમાર્કનો લાભ ઉઠાવે છે.
ગ્રીડના સંતુલન માટે ભારતના ઉર્જા મિશ્રણ માટે પવન ઉર્જા મહત્વપૂર્ણ છે. પવન ઊર્જાની પૂરક પ્રકૃતિ, સૌર અને અન્ય સ્ત્રોતો સાથે સંકલિત ગ્રીડની સ્થિરતાને મજબૂતી બક્ષે છે. નવા રિન્યુએબલ એનર્જી મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત વિશ્વમાં ચોથા સ્થાને સૌથી વધુ પવન સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જીએ ભારતની 120 મીટરની ઊંચાઈએ 695.5 અને જમીનની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ 1163.9 ગીગાવોટની કુલ પવન શક્તિનો અંદાજ લગાવ્યો છે.