ગુજરાત

અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું

અદાણી ફાઉન્ડેશને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડના સહયોગથી વિશેષ તાલીમ કાર્યક્રમ યોજ્યો હતો

ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બીયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. નાના અને ગરીબ ખેડૂતો માટે ઉપયોગી આ યોજનાનો ઉદ્દેશ છે કે તેઓના ખેતી ઉત્પાદન અને આવકમાં વધારો થાય અને તેમની જીવનશૈલીમાં સુધારો થાય.

ઉનાળુ સિઝન દરમિયાન વધુ નફાકારક ઉત્પાદન મેળવી શકાય એ માટે અદાણી ફાઉન્ડેશને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડના સહયોગથી વિશેષ તાલીમ કાર્યક્રમ યોજ્યો હતો. આ તાલીમમાં જમીનની તૈયારી, યોગ્ય પદ્ધતિથી વાવેતર અને ઊંચી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી. તાલીમ બાદ ખેડૂતોને મફત બીજ વિતરણ કરવામાં આવ્યું જેમાં ૨૫૦ ખેડૂતોને મગ અને ૨૯ ખેડૂતોને મગફળીનું બીજ આપ્યું.

આ વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે જોડાવા અને નવી ટેક્નિકના અમલીકરણ માટે પ્રોત્સાહિત કરવા, તેમની ખેતીની ઉપજમાં વધારો લાવવાના, ગુણવત્તાવાળા બીજથી ખેડૂતોએ વધુ ઉત્પાદન મેળવી શકે, જેના થકી વધુ કિમત મેળવીને આવકમાં વધારો થાય એ રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશનની આ પહેલ આદિવાસી સમુદાયના કૃષિ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આદિવાસી વિસ્તારોમાં નાના ખેડૂતો માટે આવા પ્રોજેક્ટ્સથી ઉન્નતિના નવા દરવાજા ખુલી શકે છે. ખેડૂતોએ પણ અદાણી ફાઉન્ડેશનની આ પહેલને બહુ ઉત્સાહભેર આવકારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button