હજીરા: આદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ, સુરતના સહયોગથી હજીરા અને ઉમરપાડાના 35 ગામોમાં કાર્યરત આશા વર્કર માટે કિશોરી આરોગ્ય અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન (Menstrual Health & Hygiene Management) પર વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ તાલીમ કાર્યક્રમનો લાભ ૧૩૦ જેટલી આશા વર્કર બહેનોએ લીધો હતો.
તાલીમ સત્રમાં માર્ગદર્શન જાણીતા જનરલ સર્જન અને સમુદાય આરોગ્ય તથા કિશોરી આરોગ્યમાં 40 વર્ષનો અનુભવ ધરાવતા ડૉ.અમી યાજ્ઞિક આપ્યો હતો એમને એડોલેસન્ટ હેલ્થ નિષ્ણાંત શ્રીમતી પ્રિતિ જોષીએ સહયોગ આપ્યો હતો. તાલીમમાં માસિક ધર્મનું મૂળભૂત જ્ઞાન, માસિક સ્વચ્છતા, સ્વચ્છતા માટે વપરાતા શોષકો તેના પર્યાવરણલક્ષી વિકલ્પો, વહેલી ઉંમરે ગર્ભધારણના જોખમો અને સેલ્ફ બ્રેસ્ટ એકઝામીનેશન,પોષક આહાર, તરુણાવસ્થાના માનસિક ફેરફાર જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ કાર્યક્રમના અદાણી ફાઉન્ડેશન દ્વારા આર.કે.એસ.કે. (RKSK) માર્ગદર્શિકા મુજબ સુવાલી PHC અને તેના 8 સબસેન્ટર્સ ( જુનાગામ, રાજગરી, મોરા, દામકા, ભટલાઈ, હજીરા, કવાસ, મલગામા) માટે રૂ. 1.25 લાખના ખર્ચે કિશોર આરોગ્ય અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન માટે IEC મટિરિયલ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં સુવાલી PHC ના આર.એમ.ઓ. ડૉ. ધવલ પટેલ, ડૉ. અમી યાજ્ઞિક (જનરલ સર્જન અને રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટના સંસ્થાપક) ઉપસ્થિત હતા.