અદાણી એન્ટરપ્રાઇઝે વિકાસ યોજનાઓ આગળ લઇ જવા USD 500 મિલિયન પ્રાઇમરી ઇક્વિટી એકત્ર કરી
આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણકારોની ભાગીદારી સાથે ઇસ્યુ ૪.૨ ગણો ભરાયો
અમદાવાદ, ૧૭ ઓક્ટોબર ૨૦૨૪: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ આજે જણાવ્યું હતું કે તેણે એકંદરે AELના 1 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક ઇક્વિટી શેરનું ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) સફળતાપૂર્વક સંપ્પન કરી લગભગ રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) એકત્ર કર્યા છે. આ ભરણા અંતર્ગત QIP દ્વારા કુલ 1,41,79,608 ઇક્વિટી શેર ઇક્વિટી શેર દીઠ ₹2,962ના ઇશ્યૂ ભાવે ફાળવવામાં આવ્યા છે.
9 ઑક્ટોબર 2024ના રોજ અંદાજે રુ.4,200 કરોડ (USD 500 મિલિયન) ના કદ સાથે બજાર બંધ થયા બાદ આ ટ્રાન્ઝેકશન શરૂ કરવામાં આવ્યું હતું અને 15 ઑક્ટોબર 2024ના રોજ બજાર બંધ થયું ત્યારે. QIPને જબરજસ્ત આવકાર જોવા મળ્યો હતો, જેમાં સોદાના કદના આશરે 4.2 ગણી બિડ પ્રાપ્ત થઈ હતી. જેમાં સામેલ થનારાઓમાં રોકાણકારોના વૈવિધ્યસભર જૂથ, લાંબા ગાળાના વૈશ્વિક રોકાણકારો, મુખ્ય ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓ છે.
ભારતની જરૂરિયાતોને લક્ષ્યમાં લેતા મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્કેલેબલ અને મોટા વ્યવસાયોના સફળ સંચાલક તરીકે ભારતના સૌથી મોટા લિસ્ટેડ ઈન્ક્યુબેટર બનેલા AELની સ્થિતિને આ સિમાચિન્હ રેખાંકિત કરે છે.
AELના હાલના ઇન્ક્યુબેશન પોર્ટફોલિયોમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં એરપોર્ટ અને રસ્તાઓ, સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ સહિતની નવી એનર્જી ઇકોસિસ્ટમ તથા ઉર્જા અને ઉપયોગના ક્ષેત્રમાં ડેટા સેન્ટર સામેલ છે. કોપર, પીવીસી, સંરક્ષણ અને વિશિષ્ટ ઉત્પાદન સહિતના AELના અન્ય વ્યવસાયો, આયાત અવેજીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારતના દેશના વિઝનને હાંસલ કરવા યોગદાન આપે છે.
QIP મારફત ઉભી કરવામાં આવેલી આવકનો ઉપયોગ મૂડી ખર્ચ, દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા કરવામાં આવશે.