10,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના આંકને વિંધનાર અદાણી એનર્જી ભારતની સર્વ પ્રથમ
નાણા વર્ષ-24માં 2,848 મેગાવોટ રિન્યુએબલ ક્ષમતા ઉર્જાના પ્રવાહમાં જોડવામાં આવી
અમદાવાદ : ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL) એ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના ગૌરવરુપ આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન ઉર્જા અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 MW રીન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સિમાચિહ્નરુપ ઉપલબ્ધિ પ્રોત્સાહનના પોરસ પિરસનારી છે.
અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાહળા કરશે અને સૌથી મહત્વના એવા હવામાં વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદુષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે.અવનવી ટેક્નોલોજી અપનાવવાનો અભિગમ, અમલવારીની કાર્ય ક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સથવારે ગીગા સ્કેલ ઉપર સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની AGEL એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રીન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે.” તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી પરંતુ તેને જમીની હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઉર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે.
આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઉર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરુપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGELવિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી પરંતુ તેને નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.