એજ્યુકેશનસુરત

આકાશની વિદ્યાર્થીની કૃતિ શર્મા NEET 2024માં નેશનલ ટોપર બની, ઓલ ઈન્ડિયા રેન્ક 1 હાંસલ કર્યો

સુરત, 07 જૂન, 2024: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL), સુરતની તેની વિદ્યાર્થીની કૃતિ શર્માની ઉત્કૃષ્ટ સિદ્ધિની ગર્વથી જાહેરાત કરે છે, તેણે ઓલ-ઇન્ડિયા રેન્ક (AIR) 1 પ્રાપ્ત કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2024 માં તેણીએ 720 માંથી પરફેક્ટ 720 માર્ક્સ મેળવ્યા, જેનાથી તેણી નેશનલ અને સ્ટેટ બંનેમાં ટોપર બની. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી.

કૃતિએ NEET ની તૈયારી કરવા માટે AESL ના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો, જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે. તેણી તેની નોંધપાત્ર સફળતાનો શ્રેય કોન્સેપ્ટ્સની કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યૂલના કડક પાલનને આપે છે. “હું આભારી છું કે આકાશે મને AESL ની સામગ્રી અને કોચિંગ બંનેમાં મદદ કરી છે, હું ટૂંકા ગાળામાં જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટ્સ ન સમજી શકી હોત,” તેણીએ કહ્યું હતું.

કૃતિને તેની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતાં, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના રિજનલ ડિરેક્ટર શ્રી પરમેશ્વર ઝાએ કહ્યું, “અમે કૃતિ શર્માને તેની દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. દેશભરમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ NEET 2024માં પરીક્ષા આપી હતી. તેણીની સિદ્ધિ તેણીની સખત મહેનત અને સમર્પણ તેમજ તેના માતા-પિતાના સમર્થનની વાત કરે છે અમે કૃતિને તેના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

ભારતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ (એમબીબીએસ), ડેન્ટલ (બીડીએસ) અને આયુષ (બીએએમએસ, બીયુએમએસ, બીએચએમએસ, વગેરે) અભ્યાસક્રમો કરવા માંગતા વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં પ્રાથમિક તબીબી લાયકાત મેળવવા ઇચ્છતા હોય તેમના માટે ક્વોલિફાઇંગ ટેસ્ટ તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET વાર્ષિક ધોરણે લેવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button