જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરતઃ જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષીદાનનું એક ઉજ્જવળ કાર્યને સંપન્ન કરતા હોય છે. ગોપીપુરા અન્નક્ષેત્રમાં મુમુક્ષુરત્ના મુમુક્ષાબેન દ્વારા એક અનોખુ વર્ષીદાન યોજવામાં આવ્યું હતું.
યુગપ્રધાન આચાર્યસમ પરમ.પૂજય પન્યાસ.પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં 18 સેન્ટરો પર 2000થી વધારે વ્યક્તિને છેલ્લા ત્રણ દાયકાથી દરરોજ ભોજન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા મિષ્ઠાન- ફરસાણ- ફ્રુટ- રોટલી- મસાલાભાત, દાળ તથા શાક સાથેનું સંપૂર્ણ ભોજન દરેક સેન્ટરમાં આપવામાં આવતું હોય છે.
આ પ્રસંગે પણ સુરત ના તમામ સેન્ટરો પર ભોજન આપવામાં આવ્યું હતું. સાથે અત્યંત ઠંડીના સમયે ફૂટપાથ તેમજ ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી મુમુક્ષાબેન દ્વાર બેઠું વર્ષીદાનમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું.
આ તમામ પરિવારોએ મુમુક્ષરત્નને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગ ના લાભાર્થી પરિવાર શ્રી ભારોલતીર્થ નિવાસી માતુશ્રી મોઘીબેન રસિકલાલ કુંવરજીભાઈ સંઘવી પરિવાર (ભરતભાઈ સંઘવી) એ લાભ લીધો હતો.