સુરત

દેશભરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણીના ભાગરૂપે ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સુરતઃ ૫ જુન ૨૦૨૫ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના ભાગરૂપે વિશ્વ કક્ષાએ પ્લાસ્ટીક પ્રદૂષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Globally” વિષય ઉપર પ્લાસ્ટિક કચરાના પુનઃ ઉપયોગમાં ઘટાડો અને રિસાયકલ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ દરેક વિભાગોને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય તે અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લાના પ્રવાસન સ્થળો, ટ્રાન્સપોર્ટ, ગાર્ડન, નદી-તળાવ-બીચ, સરકારી કચેરીઓ, સ્કુલ-કોલેજ, ફૂડ કોટ વિસ્તાર, કોમર્સિયલ-માર્કેટ, રેસિડેન્સીયલ-સ્લમ વિગેરે વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ, NGO/વોલન્ટીયર્સને જોડી સ્વચ્છતા ડ્રાઈવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટીક/મલ્ટીલેયર પ્લાસ્ટીકનો ઉપયોગથી રોડ બનાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા, કપડાની થેલી, ગ્લાસની બૉટલ ઇકો-ફ્રેન્ડલી કટલરી/બામ્બૂ ટુથ બ્રશ,સ્ટીલ કે રિસાઈકલ કરી શકાય તેવા પ્લાસ્ટીકના લંચ બૉક્સ વિગેરે વસ્તુઓના ઉપયોગ માટે નાગરિકોમાં જાગૃતતા લાવવા પર ભાર મુકયો હતો.

‘સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી, શહેર તથા દેશને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરીએ’ ના મેસેજ મારફતે નાગરિકોને પ્લાસ્ટિક પ્રદૂષણ બાબતે જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી તથા અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button