એજ્યુકેશનગુજરાતસુરત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના નવનિયુક્ત હોદ્દેદારો સાથે વરાછા ખાતે બેઠકનું આયોજન થયું

ગ્રેડ પે નો ઉકેલ થતાં રાજ્ય ના હોદેદારો ની સાથે બેઠક મળી હતી

સુરત કોર્પોરેશન ના તમામ ઝોન ના દાયિત્વ ધરાવતા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગ્રેડ પે નો ઉકેલ થતાં રાજ્ય ના હોદેદારો ની સાથે તા. ૨૧/૪/૨૩ શુક્રવારે  બેઠક મળી હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરના નવનિયુક્ત હોદ્દેદારો* સાથે પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરતના વરાછા ખાતે બેઠકનું આયોજન થયું જેમાં 4200/- ગ્રેડ પે ના પ્રશ્નનું સુખદ ઉકેલ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સતત પ્રયત્ન કરી છેલ્લા ૨૭ (સત્તાવીશ ) વર્ષ થી પડતર પ્રશ્નનો ઉકેલ આવતા સરકારશ્રી નો અને ખાસ કરી ને કુબેરભાઈ ડીંડોર  તથા સુરત ના જ ધારાસભ્ય અને શિક્ષણમંત્રી  (રાજ્ય કક્ષા) પ્રફુલ ભાઇ પાનેસરીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

સાથે સાથે સુરત મહાનગરમાં હાલ કાર્યરત એકમાત્ર માન્ય સંગઠનના નેજા હેઠળ અન્ય જે પડતર પ્રશ્નો છે જેવા કે, મહાનગરના શિક્ષકો માટે મૃત્યુ સહાય, 2004 પહેલાના શિક્ષકોને જુની પેન્શન યોજના બાબતનો ઠરાવ, વિદ્યાસહાયક ને મળવા પાત્ર ખાસ રજાઓ, યુ.આર.સી. તેમજ સી. આર.સી. ભર્તી નો પ્રશ્નનું પણ ટુંક સમયમાં સોલ્વ કરવા સંગઠન સતત રજૂઆતો કરીને ઉકેલ લાવશે તેવી ખાત્રી પણ આપવામાં આવી.

સાથે સાથે સુરત મહાનગરના સ્થાનિક પ્રશ્નોના ઉકેલ બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આજની હોદેદારો સાથે ની બેઠક માં ઉદબોધન કરતા રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ જણાવ્યું કે જ્યારથી સુરત કોર્પોરેશન માં અન્ય સંગઠન આપણામાં મર્જ થયું છે ત્યારથી વધારે શક્તિ થી સંગઠન ગ્રેડ પે માટે કામે લાગ્યું હતું મહાનગરપાલિકાઓ માં સંગઠન વધારે મજબૂત બને તો સંગઠન પણ પોતાની ફરજ બજાવતા વધારે સક્રિય બનતું હોય છે.

મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ સાથે સંકલન કરી આગામી સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા નિષ્ઠા પૂર્વક ના પ્રયત્નો થઈ રહ્યા છે એવું જણાવ્યું  બેઠક માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના શાસનાધિકારી  વિમલભાઈ દેસાઈ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, પ્રાથમિક ના સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ, સંભાગના મહિલા સંગઠન મંત્રી સ્નેહલ બેન પટેલ તથા સુરત જિલ્લા ના મહામંત્રી નિલેશ ભાઈ પંડ્યા,

ભરુચ ના મહામંત્રી કમલેશ ભાઈ પટેલ સહિત સુરત કોર્પોરેશન ના અધ્યક્ષ મહેશભાઈ પટેલ, મહામંત્રી દિનેશભાઈ વાઘ તથા સંગઠન મંત્રી જિગ્નેશ ભાઈ ઠાકર સહિત ૫૦ થી વધારે તમામ ઝોન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.  હોદેદારો મંત્રી  પ્રફુલભાઈ ને રૂબરૂ મળી સુરત મહાનગરના 4200/- ગ્રેડ પેના પ્રશ્નનું નિરાકરણ બદલ આભાર વ્યક્ત કર્યો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button