ધર્મ દર્શન
વેસુ ખાતે ઉપધાન તપના આરાધકોની જાજરમાન શોભાયાત્રા યોજાઈ
સુરતઃ વેસુના શ્રી યશોકૃપા નગરી બલર ફાર્મ ખાતે અસારા નિવાસી કોરડિયા ભારમલ માલજી પરિવાર દ્વારા ૬૫૦થી વધારે ઉપધાન તપના આરાધકોના પંચદિવસીય માળારોપણ ઉત્સવના ચોથા દિવસે જાજરમાન શોભા યાત્રા વેસુના વિવિધ માગ પર ફરી હતી હતી. આ શોભાયાત્રામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત જૈનશ્રાવક અને શ્રાવિકાઓ મોટીહાજર રહ્યાં હતા.
ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણથી છલકાતા આત્મસ્પર્શી ઉપધાન તપની ૪૭ દિવસની તપસ્યા કરનાર આરાધકોને ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા. શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ. શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. સંઘસ્થાપક પ.પૂ.આ.ભ. શ્રી ભાગ્યેશ સૂરીશ્વરજી મ.સા. સાથે ૭૦૦થી વધારે શ્રમણ- શ્રમણી મુનિ ભગવંતોની મંગલકારી નિશ્રા પ્રાપ્ત થઇ હતી.