સહારા ઇન્ડિયા કંપની સામે 49.54 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ
ભવિષ્યના નિવૃત્તિમાં આશરા માટેની સ્કીમ બતાવી લોકો પાસેથી રૂ.૪૯.૫૪ લાખ પડાવી વિશ્વાસઘાત કર્યો
સહારા ઇન્ડિયા કંપની સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. ભવિષ્યના નિવૃત્તિમાં આશરા માટેની સ્કીમ બતાવી લોકો પાસેથી પૈસા પડાવી રૂ.49.54 લાખની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે.
સીટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસે સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં સંજય કુમાર મહાવીર પ્રસાદ મૂરારકાએ સોસ્યો સર્કલ પાસે આવેલ સહારા ઇન્ડિયા પરિવાર ની ઓફિસના મેનેજર વિનોદકુમાર કૈલાશ પ્રસાદ અસ્થાના, અનંત રામ પૃથ્વીરાજ મિશ્રા, વરાછા બ્રાન્ચ મેનેજર અરુણકુમાર વાસુદેવ સિંગર અને ગુજરાત રાજ્યના એરીયા મેનેજર ગોપાલ ચોક સામે છેતરપિંડીની ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે સંજય કુમારે પોતાની અને તેમની પત્નીના ભવિષ્યના નિવૃત્તિના આશ્રમ માટે સહારા ઇન્ડિયા કંપનીના સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ નામની સ્કીમ માં રૂપિયા ૨૦ લાખનું રોકાણ કર્યું હતું.
જેની ઉપરોક્ત કર્મચારીઓએ સંજય કુમાર અને તેમના ઓળખીતા ઓને પાકતી મુદ્દતે સ્કિમ મુજબ નાણાં આપવાનો ભરોસો આપ્યો હતો પરંતુ ઇસકી મુજબ સંજય કુમારને 18.80 લાખ નહીં આપી વિશ્વાસઘાત કર્યો હતો. આમ સંજય કુમાર અને અન્ય રોકાણકારો પાસેથી પૈસા લઈ પાકતી મુદતે ૪૯ ૫૪ લાખ સ્કીમ મુજબ નાણાં નહિ ચૂકવી છેતરપિંડી કરી હતી ખટોદરા પોલીસે સહારા ઇન્ડિયા કંપનીના આ ચારે કર્મચારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.