એજ્યુકેશન
વિદ્યાર્થીઓએ ઈક્રોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વર્કશોપમાં ભાગ લઈને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ પ્રાપ્ત કરી
બાળકોને શાળા તરફથી પ્રોત્સાહન રૂપે ક્રીએટીવ ડેવલોપમેન્ટ માટે સર્ટીફીકેટ એનાયત કરાયા
સુરત શહેરની જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે ગુરુવાર 5મી સપ્ટેમ્બર ના દિવસે 350 જેટલા વિદ્યાર્થીઓએ ઈક્રોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વર્કશોપમાં ભાગ લઈને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની તાલીમ પ્રાપ્ત કરી. બાળકોએ ટેરાકોટા કલે, MDF બોર્ડ, સ્કલ્પીંગ ટૂલ, સામાગ્રી દ્રારા હાથની કારીગરીથી માટીને આકાર આપી ઉત્સાહભેર માટીમાંથી મૂર્તિઓ બનાવી.
આ તાલીમનો ઉદ્દેશ માટી કળા અંગે જાણકારી આપવી અને પરંપરાગત આપવી અને પરંપરાગત કળાને પ્રોત્સાહિત કરવાનો છે. જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થશે. બાળકોને શાળા તરફથી પ્રોત્સાહન રૂપે ક્રીએટીવ ડેવલોપમેન્ટ માટે સર્ટીફીકેટ એનાયત કરાયા.
શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ નવા નવા કૌશલ્ય અને પ્રતિભા વધુ પ્રાપ્ત કરે. તેમજ ભવિષ્યમાં સારી સિદ્ધિ મેળવે તેવી પ્રેરણા આપી.