સુરત

બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂ. ર૩૦.૧૯ કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રકલ્પોની ખાતમુહૂર્ત

સુરતના મહત્તમ વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની પદ્ધતિ અપનાવવામાં આવે : સી.આર.પાટીલ

સુરત મહાનગરપાલિકા ઘ્વારા આજરોજ વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂ. ર૩૦.૧૯ કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રકલ્પોની ખાતમુહૂર્તવિધિ કેબિનેટ મંત્રી, જળશકિત, ભારત સરકાર  સી.આર.પાટીલના વરદહસ્તે સંપન્ન કરવામાં આવી.

આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા  કમિશનર  શાલિની અગ્રવાલે જણાવ્યુ કે આજરોજ સુરત મહાનગરપાલિકાના રૂ. ર૦૦ કરોડથી વધુના બ્રિજ અને પાણી પૂરવઠા માટેના પ્રોજેકટોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહયું છે. વધુમાં તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકારના શહેરી વિકાસ માટે સતત વધારી રહેલ બજેટ અંગે માહિતી આપી ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે શહેરી વિકાસ માટે સુરત મહાનગરપાલિકા ઘ્વારા પણ સેોથી મોટું બજેટ રજુ કરવામાં આવેલ છે. જે અંગે ચિતાર રજુ કર્યા. તમામના સહયોગથી આ વખતે સુરત શહેર સમ્રગ ભારત દેશમાં સ્વછતામાં પ્રથમ ક્રમે આવ્યું છે અને સ્માર્ટસીટીમાં બીજા ક્રમે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની તમામ ટીમ મળી સુરત શહેરના વિકાસ કામો ખૂબ કટીબઘ્ધાથી કરીશું.

આખા દેશની અંદર સુરત શહેર સેોથી વિકસિત શહેર છે : ધારાસભ્ય  સંદિપભાઇ દેસાઇ

આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય  સંદિપભાઇ દેસાઇએ તેમના પ્રવચનમાં જણાવ્યુ કે આજરોજ આ પ્રસંગે પીવાના પાણીના ખાતમુહૂર્ત થઇ રહયું તે માટે હું ખૂબ આનંદની લાગણી અનુભવી રહયો છું. એ.પી.એમ.સી સમગ્ર રાજયની અંદર સેોથી મોટી માર્કેટ છે. જયાં સમગ્ર દેશના ૧પ રાજય અને વિવિધ જીલ્લાઓમાંથી શાકભાજીના વાહનો આવવાથી ટ્રાફિકની ખૂબ સમસ્યા થાય છે. જેના નિરાકરણ અર્થે કેબિનેટમંત્રી, જળશકિત, ભારત સરકારસી.આર.પાટીલની આગેવાનીમાં અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારી , અધિકારીના સહકારથી આજે આ કામ થવા જઇ રહયું છે. જે બદલ હું સુરત મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશની અંદર સુરત શહેર સેોથી વિકસિત શહેર છે. સુરત શહેરમાં એક સાથે ઘણાં પ્રકલ્પોની કામગીરી ચાલી રહી છે. જેમાં એરપોર્ટ ,તાપી રીવર ફ્રન્ટ, તાપી બેરેજ, ડુમસ સી ફેઝ, વહીવટીભવન સહિતના પ્રકલ્પો છે.

ભવિષ્યનું આયોજન અને જરૂરિયાત ને ધ્યાને લઈ આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવી : મેયર  દક્ષેશભાઇ માવાણી

મેયર  દક્ષેશભાઇ માવાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યુ કે  કેબિનેટમંત્રી, જળશકિત, ભારત સરકાર  સી.આર.પાટીલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાએ અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેમજ પ્રકલ્પો સહકારી કર્યા છે આજે લોકાર્પિત થનાર બ્રિજો એ સામાન્ય લોકો ને પરિવહન માટે જીવા દોરી સમાન સાબિત થવાના છે. ભવિષ્યનું આયોજન અને જરૂરિયાત ને ધ્યાને લઈ આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.માન સરોવર સોસાયટી થી ઉધના રેલ્વે સ્ટેશન જતો બ્રિજ વેસુ અલથાણ વિસ્તારથી લીંબાયત સારોલી જેવા વિસ્તારમાં સરળતાથી કનેક્ટિવિટી મળી રહેશે.

એપીએમસી માર્કેટ પાસે બ્રિજ ના નિર્માણથી થતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થશે. કતારગામ, વેડ રોડ, અમરોલી થી વરાછા રોડ ના મુખ્ય શ્રીનાથજી બ્રિજને જોડતો રેમ્પ બનવાથી વરાછા અને કતારગામ વિસ્તારને નવી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે અને ટ્રાફિક જંકશન ઉપર થતો ટ્રાફિક જામ ની સમસ્યાનો ઉકેલ આવશે. સુરત એ સમગ્ર ભારત દેશનું સૌથી સ્વચ્છ શહેર છે અને આ ક્રમ ઘણા સંઘર્ષ બાદ પ્રાપ્ત કર્યો છે અને પ્રથમ ક્રમ જાળવી રાખીએ.

સુરતના મહત્તમ વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની પદ્ધતિ અપનાવવામાં આવે : સી.આર.પાટીલ

કેબિનેટમંત્રી, જળશકિત, ભારત સરકાર  સી.આર.પાટીલે તેમના પ્રવચનમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા,અધિકારી અને પદાધિકારીઓ સાથે મળીને આ પ્રોજેકટોને એક સાથે ખાતમુહૂર્ત કરી શહેરીજનોની જરૂરિયાતોને પૂર્ણ કરવા સફળ પ્રયાસ કરી રહયા છે. સુરત મહાનગરપાલિકાના બધા મોટા પ્રોજેકટોનો એક સાથે એક સ્થળેથી લોકર્પણ/ખાતમુહૂર્ત કરી લોકોના સમય તથા ખર્ચનો બચાવ કરી ઝડપથી આગળની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાએ આવતા પ૦ વર્ષ માટે પાણીની શહેરીજનોની જરૂરિયાતને ઘ્યાને લઇ પાણી પુરવઠો પુરૂો પાડવા ભાવિ આયોજન કરેલ છે.

સમગ્ર દેશમાં કોઇપણ શહેરે આવી વ્યવસ્થા કરી નથી. સુરતના મહત્તમ વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની પદ્ધતિ અપનાવવામાં આવે અને જમીનમાં પાણીના ભૂસ્તરો લાવવા માટે આપણે સૌ એક સાથે મળી પ્રયત્નશીલ બનીયે. સુરત શહેરમાં અનેકવિધ સ્માર્ટ પ્રોજેકટોની કામગીરી ચાલી રહી છે. જેમાંથી અન્ય શહેરોએ પ્રેરણા લેવી જોઇએ.સુરત શહેરમાં ગત દિવસોમાં આવેલ સતત વરસાદને કારણે સર્જાયેલ પરિસ્થિતીને પહોંચી વળવા સુરત મહાનગરપાલિકાના પદાધિકારી, અધિકારી અને કર્મચારીઓએ જે ખડે પગે દિવસ રાત કામગીરી કરેલ છે.જે પ્રશંસનીય અને અનુકરણીય છે.

આ કાર્યક્રમ પ્રસંગે .મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રેોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પ્રફુલ્લભાઇ પાનસેરીયા,માન. સંસદસભ્ય મુકેશભાઇ દલાલ, માન. ધારાસભ્ય  સંગીતાબેન પાટીલ, માન. ધારાસભ્ય  કાંતિભાઇ બલર, માન. ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, ધારાસભ્ય  અરવિંદભાઇ રાણા , ધારાસભ્ય મનુભાઇ પટેલ, માન.ડે.મેયર ર્ડા.નરેન્દ્ર એસ.પાટીલ, અઘ્યક્ષ, સ્થાયી સમિતિ રાજન બી. પટેલ, માન.દંડક,શાસકપક્ષ ધર્મેશ આર. વાણીયાવાલા, ,માન. વિવિધ સમિતિના અઘ્યક્ષઓ,  મ્યુ સદસ્યઓ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button