સુરતમાં હાર્ટફુલનેસ એપનો ગુજરાતીમાં આરંભ
૬,૦૦૦ થી વધુ કોર્પોરેટ સભ્યો અને ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓનું પૂજ્ય દાજીના માર્ગદર્શન હેઠળ ધ્યાન
સુરત, ૪ ઑગસ્ટ ૨૦૨૪: ઉદ્યોગસાહસિકો, કોર્પોરેટ્સ અને અભ્યાસીઓની હાજરીમાં એક કાર્યક્રમમાં હાર્ટફુલનેસે ગુજરાતી ભાષામાં હાર્ટફુલનેસ એપની શરૂઆત કરી છે. હાર્ટફુલનેસ એપ વપરાશકર્તા માટે પોતાની સગવડતા અનુસાર દૂરસ્થ રીતે ધ્યાન કરવા અને ગમે ત્યાં અને કોઈપણ સમયે હાર્ટફુલનેસ ધ્યાનના લાભો મેળવવા માટે એક સરળ સાધન છે.
પૂજ્ય દાજીએ – હાર્ટફુલનેસના માર્ગદર્શક અને શ્રી રામચંદ્ર મિશનના પ્રમુખ – તેમની બે દિવસીય સુરતની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમમાં હાજરી આપીને તેની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો, શ્રી એચ.પી. રામા – AURO યુનિવર્સિટી, ગુજરાતના સ્થાપક અને પ્રમુખ; શ્રી સવજી ધોળકિયા – સાહસિક ઉદ્યોગપતિ, ડો. વિનોદ જોશી – જાણીતા ગુજરાતી કવિ અને શ્રી ભાગ્યેશ ઝા – નિવૃત્ત IAS અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂજ્ય દાજીનાં બેસ્ટ સેલર્સ પુસ્તકો જેવા કે ‘સ્પિરિચ્યુઅલ એનાટોમી’, ‘ધ વિઝડમ બ્રિજ’ અને ‘યર્નિંગ ઑફ ધ હાર્ટ’નું ગુજરાતી ભાષામાં પુનઃપ્રકાશન પણ કરવામાં આવ્યું હતું. આ પછી પૂજ્ય દાજી સાથે ડો. વિનોદ જોશીનો હૃદયસ્પર્શી વાર્તાલાપ સ્પિરિચ્યુઅલ એનાટોમી પુસ્તકની આસપાસ કેન્દ્રિત રહ્યો હતો, જેમાં દાજીએ આપણી આંતરિક ક્ષમતાને બહાર લાવવી, ધ્યાનની સુસંગતતાને સમજવી અને આપણા રોજિંદા જીવન પર તેની ઊંડી અસરનો સાર સમજાવ્યો હતો.
તેમણે સમજાવ્યું કે ધ્યાન કેવી રીતે સંતુલિત જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે અને કેવી રીતે સર્વગ્રાહી સુખાકારીમાં યોગદાન આપે છે. આ અભ્યાસને એકીકૃત કરીને, આપણે આપણા આંતરિક સ્વ સાથે સુમેળ સાધી શકીએ છીએ, જે આપણને વધુ પરિપૂર્ણ અને શાંત અસ્તિત્વ તરફ દોરી જાય છે. બીજા એક રોમાંચક વાર્તાલાપમાં, શ્રી ભાગ્યેશ ઝાએ દાજીને વિઝડમ બ્રિજ વિશે પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં દાજીએ આજના વિશ્વમાં ગહન સૂઝ અને સંભાળ સાથે પરિવારના ઉછેર અને વાલીપણાનાં સાર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી પેઢીનું વાલીપણું એ એક કળા છે, જે આપણી ઊંડાણમાં રહેલી ક્ષમતાનો વિકાસ કરે છે. વધુમાં, હાર્ટફુલનેસના અન્ય કેટલાક પુસ્તકો સહભાગીઓને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
હાર્ટફુલનેસના માર્ગદર્શક અને શ્રી રામચંદ્ર મિશનના પ્રમુખ, પૂજ્ય દાજીએ જણાવ્યું હતું કે, “ધ્યાન અપનાવવા અને તેને તેમના જીવનનો એક ભાગ બનાવવા માટે સહભાગીઓની તૈયારી જોઈને ઘણો આનંદ થયો છે. વિદ્યાર્થીઓથી લઈને કોર્પોરેટ્સથી લઈને ઉદ્યોગસાહસિકો સુધી, બધાંએ ધ્યાનને સર્વગ્રાહી સુખાકારી અને વ્યક્તિની સર્વોત્તમ સંભવિતતા પ્રાપ્ત કરવા માટે સૌથી વધુ સુલભ સાધન બનાવવું જોઈએ.”