સેમસંગ ઈન્ડિયા દ્વારા સોલ્વ ફોર ટુમોરોની 100 ટીમોની પ્રથમ શોર્ટલિસ્ટ જાહેર
સ્કૂલ ટ્રેક અને યુથ ટ્રેકમાં પ્રત્યેકી 50 ટીમો શોર્ટલિસ્ટ કરાઈ
નવી દિલ્હી : ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની ફ્લેગશિપ સીએસઆર પહેલ માટે 100 ટીમોને શોર્ટલિસ્ટ કરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી છે, જે દેશમાં ઈનોવેટિવ ઈકોસિસ્ટમ ફૂલેફાલે તે માટે તૈયાર કરવામાં આવી છે. આ શોર્ટલિસ્ટમાં સ્કૂલ અને યુથ ટ્રેકમાંથી પ્રત્યેકી 50 ટીમોનો સમાવેશ થાય છે, જેઓ હવે રાષ્ટ્રીય શિક્ષણ અને ઈનોવેશન સ્પર્ધામાં સ્પર્ધા કરશે.
આ વર્ષે શોર્ટલિસ્ટ પ્રાદેશિક સ્તરે કરાઈ છે, જે ઓડિશામાં ખુરદા, આસામમાં કચરંદ કામરૂપ રુરલ અને ગુજરાતમાં અમરેલી જેવાં દેશનાં અંતરિયાળ શહેરોમાં રહેતા ભારતીય ઈનોવેટર્સની ભાવિ પેઠી સુધી સ્પર્ધાને પહોંચાડવામાં મદદરૂપ થશે. યુથ ટ્રેકમાં સુપરત ટોપ 50 આઈડિયામાં પર્યાવરણ અને સક્ષમતા થીમને આવરી લેતાં તે જૂની ઘરેડથી દૂર અને અત્યંત ભવિષ્યલક્ષી પણ છે. જંગલોનો નાશ, પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, સમુદ્રિ પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, અસક્ષમ પેકેજિંગ અને નબળું જળ વ્યવસ્થાપન યુવાનો માટે સૌથી મહત્ત્વપૂર્ણ વિસ્તારો હોવાનું ઊભરી આવ્યું છે.
બીજી બાજુ સ્કૂલ ટ્રેકે કમ્યુનિટી અને ઈન્ક્લુઝન થીમ હેઠળ તેમના આઈડિયા સુપરત કર્યા હતા. તેમના આઈડિયા ગંભીર મુદ્દાઓ માટે અનોખા સમાધાન પર કેન્દ્રિત હતા, જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં માનસિક બીમારી, એલજીબીટીક્યુ સમુદાય માટે સમાવેશક વાતાવરણ, સમાજના આર્થિક પછાત વર્ગોમાં ડિજિટલ સાક્ષરતાને પહોંચ અને નોકરી તૈયાર બનવા માટે શૈક્ષણિક શીખ અને ટેક્નિકલ કુશળતાવચ્ચે મોજૂદ અંતર દૂર કરવાનો સમાવેશ થતો હતો.
100 ટીમોનું પ્રતિનિધિત્વ કરતાં 232 સહભાગીઓ હતા, જેઓ હવે સોલ્વ ફોર ટુમોરો સ્પર્ધાના આગામી તબક્કા માટે સુસજ્જ છે, જ્યાં તેમને નિષ્ણાતો દ્વારા તાલીમ અને મેન્ટરિંગ થકી પ્રસ્તુતિકરણ અને અસરકારક કમ્યુનિકેશન કુશળતા સાથે સુસજ્જ કરવામાં આવશે. આને કારણે તેમને જુલાઈના મધ્ય ભાગમાં શરૂ થનારા પ્રાદેશિક રાઉન્ડ માટે તૈયારી કરવામાં મદદ થશે.
“સેમસંગ માને છે કે આપણા યુવાનો હકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે ભરપૂર શક્તિ અને સંભાવના ધરાવે છે. અમારો ફ્લેગશિપ સીએસઆર પ્રોગ્રામ સોલ્વ ફોર ટુમોરોએ આ વર્ષે પહેલી વાર શાળાના વિદ્યાર્થીઓની અજોડ કુશળતા અને આઈડિયાને પહોંચી વળવા માટે શ્રેણી નિર્માણ કરવામાં આવી છે. આઈડિયાઝની ગુણવત્તામાં સુધારણા તેઓ ધરાવે તે ક્રિયાત્મકતા અને નાવીન્યપૂર્ણ વિચારધારાનો દાખલો છે. આ વર્ષે પહેલી વાર અમે પાંચ પ્રદેશ- ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને ઈશાનમાં ઊંડાણમાં જવાનું નક્કી કર્યું હતું, જેથી દેશના અમુક સૌથી અંતરિયાળ પ્રદેશમાંથી વ્યાપક આધારિત સહભાગ થાય. અમને અમુક ખરેખર ઉત્તમ ઘડાયેલી આઈડિયાઝ પ્રાપ્ત થયા છે અને યુવાનો પાસેથી આવા પ્રસ્તુતિકરણ અને વિચારોની સ્પષ્ટતા જોવાનું બહુ જ પ્રેરણાત્મક લાગે છે,“ એમ સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ એસ પી ચુને જણાવ્યું હતું.
સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ પર્યાવરણ, સમુદાય અને સમાવેશકતા જેવી સમર્થક થીમો દ્વારા આ વર્ષે હેતુપૂર્ણ રીતે વૃદ્ધિ પામી છે. અલગ અલગ ટ્રેક- સ્કૂલ અને યુથે સર્વ સ્પર્ધા કરતી ટીમોને સમાન તકો અને લેવલ- પ્લેઈંગ ફિલ્ડ આપ્યું હતું. રાષ્ટના યુવા મન પાસેથી આવા વિચારપ્રેરક આઈડિયાઝ આવે તે જોઈને બેહદ ખુશી થાય છે. સેમસંગ સાથે મળીને અમે ભાવિ પેઢીમાં સમસ્યા ઉકેલવાની વિચારધારાને પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ છીએ, જે દેશમાં સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમની સુધારણામાં સૂત્રધારનું કામ કરશે,” એમ આઈઆઈટી- દિલ્હી, એફઆઈટીટીના એમડી પ્રો. પ્રીતિ રંજન પાંડાએ જણાવ્યું હતું.
આગામી તબક્કામાં પાંચ પ્રદેશ- ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઈશાનમાંથી બે ટીમો દરેક ટ્રેનમાંથી પસંદ કરશે, જે 20 ટીમનો રાષ્ટ્રીય પૂલ રચશે. ટોપ 20 ટીમો તેમની ટેક્નિકલ અને સોફ્ટ સ્કિલ્સ બહેતર બનાવવા માટે સમસંગ અને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા સઘન મેન્ટોરશિપ કાર્યક્રમો સાથે તાલીમની સઘન સિરીઝ હેઠળ પસાર થશે. આ ટીમો ગુરુગ્રામમાં સેમસંગ રિજનલ હેડક્વાર્ટર્સ અને ભારતમાં સેમસંગનાં આરએન્ડડી સેન્ટરો ખાતે ઈનોવેશન વોકમાં પણ હાજરી આપશે.