એજ્યુકેશન

CBSE બોર્ડની પરીક્ષા 12 સાયન્સ અને કોમર્સેમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનું 100% પરિણામ

સુરત : ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલુ વર્ષે માર્ચ 2024 CBSE પરીક્ષામાં 12 સાયન્સ અને કોમર્સેમાં કુલ 154 જેટલા વિધ્યાર્થી એ ઉમેદવારી નોંધાવી હતી અને તારીખ 13-05 2023 ના રોજ CBSE દ્વારા જાહેર કરેલ પરિણામમાં કુલ 10 વિદ્યાર્થીઓ 90 % + સ્કોર કર્યો હતો તેમજ 15 થી વધુ વિદ્યાર્થીઓએ 85 % + સ્કોર કર્યો હતો. સ્કૂલ નું ૧૦૦ % પરિણામ આવેલ છે. જેમા 96 વિધાર્થીઓ એ 70% + કરતાં વધારે માર્ક્સ લાવેલા છે . પાર્થ જૈન . ૯4.80% સાથે પ્રથમ ક્રમ , સમય પટેલ 94.20% સાથે દ્વિતીય ક્રમ, શિખર સિંઘાનીયા 93.8% સાથે તૃતીય ક્રમ મેળવ્યો હતો.

સમગ્ર શ્રેષ્ઠતમ પરિણામમાં શાળાના શિક્ષકોનું યોગદાન ખૂબ જ વધુ હતું. જેથી શાળાના ટ્રસ્ટીગણ અને વાઇસ પ્રેસિડેંટ  જિગ્નેશભાઇ માંગુકિયા એ બાળકોને મીઠાઈ તેમજ પુષ્પ અર્પણ કરી ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ સાથે એ માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને અને માતા પિતા દ્વારા આપેલ સહકારને બિરદાવ્યો હતો તેમ જ બાળકોને અને માતા પિતાને શુભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button