બિઝનેસ

સેમસંગ દ્વારા સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને સ્ટાઈલિશ ડિઝાઈન સાથે ગેલેક્સી M55 5G, ગેલેક્સી M15 5G ભારતમાં રજૂ કર્યા

સુરત, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે અનેક સેગમેન્ટ અવ્વલ ફીચર્સ સાથે બે મોન્સ્ટર ડિવાઈસીસ ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G લોન્ચ કર્યાની ઘોષણા કરી. આકર્ષક લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં આ નવો ઉમેરો ઉપભોક્તાઓને સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, મોન્સ્ટર બેટરી અને પાવરફુલ પ્રોસેસરો સાથે ઉત્કૃષ્ટ સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે.

“સેમસંગની ફિલોસોફીને વળગી રહેતા અમે નવા ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G સાથે નાવીન્યતાની સીમાઓનુ પાર કરી છે. બે અદભુત ડિવાઈસીસ યુવા MZ ઉપભોક્તાઓની બેસુમાર લગનીને શક્તિ આપી રહ્યાં છે. સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે, સ્ટાઈલિશ સ્લીક ડિઝાઈન, શક્તિશાળી સ્નેપડ્રેગન પ્રોસેસર અને OS અપગ્રેડ્સની ચાર પેઢીઓના બેજોડ વચન અને પાંચ વર્ષની સિક્યુરિટી અપડેટ્સ સાથે એકત્રિત સહિત ઘણા બધા સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે અમને ખાતરી છે કે ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5G સાથે મોન્સ્ટર યુઝરની ખાતરી રાખશે,” એમ એમ સેમસંગ ઈન્ડિયાના MX ડિવિઝનના વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

આઈકોનિક ડિઝાઈન

ગેલેક્સી M55 5G અને ગેલેક્સી M15 5Gમાં આઈકોનિક સિગ્નેચર ડિઝાઈન છે, જે મનોહરતા અને આધુનિકતા દર્શાવે છે. ગેલેક્સી M55 5G સુપર સ્લીક અને વજનમાં હલકા છે, જે પહોળામાં ફક્ત 7.8mm માપ ધરાવે છે, જે ઉપયોગ માટે તેને અત્યંત એર્ગોનોમિક બનાવે છે. ગેલેક્સી M55 5G બે નવા રંગો લાઈટ ગ્રીન અને ડેનિમ બ્લેકમાં ઉપલબ્ધ છે. ગેલેક્સી M15 5G સેલેસ્ટિયલ બ્લુ, સ્ટોન ગ્રે અને બ્લુ ટોપાઝ સહિત ત્રણ સ્ટાઈલિશ કલર્સમાં ઉપલબ્ધ છે.

મોન્સ્ટર પરફોર્મન્સ

ગેલેક્સી M55 5G 4nm-બેઝ્ડ ક્વેલ્કોમ સ્નેપડ્રેન 7 Gen1 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે તેને ઝડપી અને ઊર્જા કાર્યક્ષમ બનાવે છે, જેથી તમે ઘણાં બધાં કામો આસાનીથી કરી શકો છો. પ્રોસેસર ઉચ્ચ ગુણવત્તાના વિડિયો અને વિઝ્યુઅલ્સ સાથે હાઈ- સ્પીડ કનેક્ટિવિટી સાથે મોન્સ્ટર મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. અલ્ટિમેટ સ્પીડ અને 5G કનેક્ટિવિટી સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં સંપૂર્ણ કનેક્ટેડ રહી શકે, ઝડપી ડાઉનલોડ્સ, સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગ કરી શકે છે. ગેલેક્સી M15 5G MediaTek ડાયમેન્સિટી 6100+ દ્વારા પાવર્ડ છે, જે મહત્ત્વનાં કામો આસાનીથી હાથ ધરવા સક્ષમ છે.

મોન્સ્ટર બેટરી

ગેલેક્સી M55 5Gમાં 5000 mAh બેટરી છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિન્જ વોચિંગનાં લાંબાં સત્રો અભિમુખ બનાવે છે. ગેલેક્સી M55 5G 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, જેથી ઉપભોક્તાઓને ઓછા સમયમાં વધુ પાવર મળે છે. ગેલેક્સી M15 5G સેગમેન્ટમાં ઉત્તમ 6000 mAh બેટરી સાથે આવે છે, જે  દિવસ સુધી સ્માર્ટફોનને પાવર આપી શકે છે, જેથી ઉપભોક્તાઓ તેમના ફેવરીટ એન્ટરટેઈનમેન્ટ પર બિન્જ કરી શકે અને દિવસભર તેઓ કનેક્ટેડ અને પ્રોડક્ટિવ રહી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button