સાધુ સંતોની સાધના દુનિયાને મોટી આફતોથી બચાવે છે: જિનસુંદરસુરીશ્વરજી મહારાજ

સુરતઃ શ્રી ઉમરા જૈન સંઘમાં ના આંગણે શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય મુનીશરત્નસુરીશ્વરજી,અંતરીક્ષજી તીર્થરક્ષક પરમ પૂજ્ય વિમલહંસ વિજયજી મ. સા. પૂ. તપસ્વી રત્ન મુનિરાજ શ્રી દક્ષેશરત્ન વિ.મ. સા. ની નિશ્રામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે આજે ચારે તરફ ગ્લોબલ વોર્મિંગ-ભુકંપો -સુનામી વગેરે દ્વારા કુદરત વિફરી રહ્યું છે. છતાંય ભારતની ભૂમિમાં આવી વિશેષ આફતો આવતી નથી. લોકો આબાદ બશી જાય છે. તેની પાછળ જો કોઈ તાકાત હોય તો તે સાધુ સંતોની સાધના છે. આવી જ એક સાધના તપસ્વી રત્ન મુનિરાજ શ્રી દક્ષેશરત્ન વિ. મ. કરી રહ્યા છે. જેમણે પોતાના જીવનમાં વર્ધમાન તપની આયંબીલ 105 ઓળી કરી છે. જેમાં આયંબીલ ની આરાધના કરવામાં આવે છે.
આયંબીલ એટલે ઘી- તેલ -સાકર -ગોળ -મીઠાઈ -મેવો ફ્રુટ જેવી તમામ સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન નું સંપૂર્ણ પણે ત્યાગ કરવામાં આવે છે અને માત્ર બાફેલા કઠોળ દાળ વગેરે લુખ્ખુ ભોજન દિવસમાં એક જ વાર લેવામાં આવે છે. આ મહાત્માએ પોતાના જીવનમાં 5500 કરતાં વધારે દિવસ આવા આયંબીલ કરી લીધા છે. તે મહાત્માનું 105 મી ઓળી પારણું કરાવવાનો ચઢાવો આજે ઉમરા જૈન સંઘ માં બોલાયો હતો જે ચઢાવો રૂપિયામાં નહીં પણ વિશેષ તપસ્યા-સાધના સામયિક ભક્તિ કરવું – કરાવવામાં બોલવામાં આવ્યો હતો એમાં એક બહેને 9000 કરાવીને સામયિકમાં ચઢાવો લઈ પોતાના ઘરે તપસ્વીના પગલાં અને પારણું કરાવવાનું લાભ લઈ લીધો.
105 ઓળી જો સળંગ કરવામાં આવે તો 16 વર્ષ લાગી જાય આ તપ માં 1 આયંબીલ 1ઉપવાસ =1લી ઓળી બે આયંબીલ 1 ઉપવાસ= 2 જી ઓળી 3 આયંબીલ 1 ઉપવાસ= 3 જી ઓળી આમ 100 આયંબીલ 1 ઉપવાસ= 100મી ઓળી થાય આ રીતે મહાત્માએ 105 ઓળી સુધી પહોંચ્યા છે હવે ટૂંક સમયમાં ચૈત્ર માસમાં 9 દિવસ સુધી હજારો જૈનો આયંબીલ ની આરાધના કરશે સોમવારે સવારે પૂ. તપસ્વી રત્ન મુનિરાજ શ્રી દક્ષેશ રત્ન વિ.મ. સાહેબની 105 મી ઓળી નું પારણું યોજાશે.



