Vi એ પ્રીપેઇડ ગ્રાહકો માટે વિશેષ આઇપીએલ ઓફર્સ લોંચ કરી
સુરત: દેશભરમાં ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે ત્યારે અગ્રણી ટેલીકોમ ઓપરેટર Viએ આઇપીએલની વર્તમાન સિઝનમાં ક્રિકેટ જોવાના અનુભવમાં વધારો કરવા નવી આકર્ષક વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર અને વધારાના/બોનસ ડેટા પેકજની જાહેરાત કરી છે. . Vi એ તેના તમામ પ્રીપેડ ગ્રાહકો માટે 21મી માર્ચ, 2024 થી 01લી એપ્રિલ, 2024 સુધી માન્ય પસંદગી ના રિચાર્જ પ્લાન્સ પર વધારાની ડેટા ઓફર રજૂ કરી છે
Viના પ્રીપેઇડ ગ્રાહકો હવે વિવિધ કિંમતના સ્તરે ડિસ્કાઉન્ટ અને ડેટા ઓફરિંગ મેળવી શકે છે. ભલે તે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોય કે પછી હાઇલાઇટ જોવી હોય અથવા નવીનતમ સ્કોર સાથે અપડેટ રહેવું હોય, Viપાસે દરેક વ્યક્તિની પસંદગીઓ મૂજબના વિકલ્પો છે, આ ઓફર્સ માત્ર Vi એપ ઉપર વિશેષ ઉપલબ્ધ છેઃ રૂ. 1499 પેક સાથે (1.5 જીબી/દિવસ,માન્યતા: 180 દિવસ,અનલિમિટેડ વોઇસ કોલ્સ),ગ્રાહકોનેરૂ. 50નું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે કેરૂ. 3199 પેક (2જીબી/દિવસ,માન્યતા: 365 દિવસ,અમર્યાદિત વોઇસ કોલ્સ + 1 વર્ષ માટે એમેઝોન પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન) ઉપરરૂ. 100નું ડિસ્કાઉન્ટ મળશે. વધુમાં, યુઝર્સરૂ. 699 પેક (3જીબી/દિવસ,માન્યતા: 56દિવસ,અમર્યાદિત વોઇસ કોલ્સ) ઉપરરૂ. 50નું ડિસ્કાઉન્ટ મેળવશે, જેથી ખાતરી કરી શકાય કે તેમની પાસે અવિરત આઇપીએલ જોવા માટે પૂરતો ડેટા છે. Viએપરૂ. 181 ઉપર50 ટકા વધારાનો ડેટા પણ ઓફર કરે છે અનેરૂ. 75ના પેક ઉપર 25 ટકા વધારાનો ડેટા ઓફર કરે છે. આ ઓફર્સ ઉપરાંત બીજા પણ આકર્ષક ડેટા પેક છે, જ્યાં યુઝર્સ રૂ. 298 પેક (28 દિવસ) ઉપર 50 જીબી અને રૂ. 418ના પેક (56 દિવસ) ઉપર 100 જીબી ડેટા મેળવી શકે છે.