સ્પોર્ટ્સ
સુરત ડિસ્ટ્રિક્ટ શુટીંગ ચેમ્પિયનશિપનું આયોજન
સમગ્ર ગુજરાત થી 250 શૂટર્સ ભાઈઓ બહેનો એ ભાગ લીધો
સુરતઃ સુરત રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા તારીખ 16 થી 18 માર્ચ સુધી સુરત ડિસ્ટ્રિક્ટ શુટીંગ ચેમ્પિયનશિપની રમાય રહી છે. જેમાં સમગ્ર ગુજરાત થી 250 શૂટર્સ ભાઈઓ બહેનો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરત શહેરના ias ips એવા મોટા અધિકારીઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
તેમજ રાયફલ શૂટિંગ એક એવી રમત છે. જેનાથી ઓટોમેટીક ધ્યાન કેન્દ્રિત થાય છે માટે ભણવામાં આ રમત નું મહત્વ ઘણું છે. સાથે સાથે સરકાર પણ સીઓઇ તેમજ એક્સિલન્સી જેવા કેમ્પો કરીને શૂટર્સોને આગળ વધવામાં ઘણી સહાય પણ પૂરી પાડી રહી છે.
તેમજ ઓફિસર જીમખાનામાં આધુનિક શૂટિંગ રેન્જ બન્યા પછી શૂટર્સોને ઘણી અનુકૂળતા પડી છે, સ્કૂલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશન સ્ટેટ શૂટિંગ કોમ્પિટિશન અને રાષ્ટ્રીય શુટીંગ કોમ્પિટિશન તેમજ ઘણી વિવિધ શૂટિંગ કોમ્પિટિશનનો નું દર વર્ષે આયોજન ખેલાડીઓ માટે થાય છે.