સ્પોર્ટ્સ

પેરા ક્રિકેટર આમીર હુસૈન લોન વિમેન્સ પ્રીમિયર લીગની ગુજરાત જાયન્ટ્સનાં સ્કવૉડની મુલાકાતથી ઉત્સાહિત જોવા મળ્યો

બેંગલુરુ : વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન એક પ્રકારે ઉજવણીનું માધ્યમ છે, બેંગલુરુમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ટીમ ગુજરાત જાયન્ટ્સે વિશેષ અથિતિ તરીકે આમિર હુસૈન લોનને આવકાર્યા હતા. આમિર હુસૈન લોન પેરા ક્રિકેટર છે અને તે જમ્મુ-કાશ્મીર ટીમનો કેપ્ટન પણ છે. આમિર હુસૈન લોનને અદાની ગ્રૂપ સપોર્ટ કરી રહ્યું છે. તે બેંગલુરુમાં ગુજરાત જાયન્ટ્સનાં સ્કવૉડને મળવા અને ટીમને એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર મેચ રમતા નિહાળવા પહોંચ્યો હતો. ઉત્સાહિત આમિરે કહ્યું કે,”હું પ્રથમવાર એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આવ્યો છું. મને આનંદ છે કે- ગુજરાત જાયન્ટ્સ સ્કવૉડે આમંત્રિત કર્યો. તેમના સ્કવૉડમાં સારા ખેલાડીઓ છે.”

34 વર્ષીય આમિર માટે  વિરાટ કોહલી આદર્શ ખેલાડી છે. તેણે સ્કવૉડ સાથે મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે,”તરન્નુમ પઠાણ મારી ફેવરિટ ખેલાડી છે. તેની સાથે વાત કરવા મળ્યાનો આનંદ છે.” આમિરે જણાવ્યું કે, આ મુલાકાત તેની માટે યાદગાર રહેશે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગને ઉભરતા ખેલાડીઓ માટે શાનદાર પ્લેટફોર્મ ગણાવ્યું. આમિરે તેને મળેલા સમર્થન મુદ્દે વાત કરતા કહ્યું કે,”હું અદાણી ગ્રૂપ અને ડૉ. પ્રીતિ અદાણીનો આભાર માનવા માગુ છું. તેઓ મારા કરિયરનાં મુશ્કેલ સમયમાં મારી પડખે ઉભા રહ્યા અને તેમણે કરેલી મદદ માટે આભારી છું.”

ગુજરાત જાયન્ટ્સની મેન્ટર અને સલાહકાર મિતાલી રાજે કહ્યું કે,”આમિરની મુલાકાત એક સારો  અનુભવ રહ્યો. તેનું જીવન પ્રેરણાદાયી છે. ટીમે તેની સાથે કરેલી વાતો યાદગાર રહેશે. મને આનંદ છે કે- અદાણી ગ્રૂપ તેને આમિરને સપોર્ટ કરી રહ્યું છે, કારણ કે- આવા કાર્યો અને પહેલ ખરેખર પ્રોત્સાહિત કરતા હોય છે. હું આમિરને સારા ભાવિ માટે શુભકામના પાઠવીશ અને આશા તે સતત આગળ વધશે.”

અદાણી સ્પોર્ટ્સલાઈનનાં સીબીઓ સંજય અદેસરાએ કહ્યું કે,”આમિરની કહાણી હૃદયસ્પર્શી છે અને ગુજરાત જાયન્ટ્સ તેને વિમેન્સ પ્રીમિયર લીગમાં આવકાર્યો તેનો આનંદ છે. તેની કહાણી સાંભળવી એ અમારા તમામ માટે ભાવુક ક્ષણ હતી. આમિરને અમે તમામ પ્રકારે મદદ કરી રહ્યાં છીએ અને આશા છે કે તે સતત આગળ વધતો રહેશે.”

ગુજરાત જાયન્ટ્સ ટીમ બેંગલુરુની મેચો પૂર્ણ થયા બાદ દિલ્હી પહોંચી છે, જ્યાં વિમેન્સ પ્રીમિયર લીગની વર્તમાન સિઝનનો બીજો તબક્કાની મેચો અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. ઓસ્ટ્રેલિયન બેથ મૂનીનાં નેતૃત્ત્વમાં ગુજરાત જાયન્ટ્સ 6 માર્ચનાં રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button