ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં છાત્રો ફૂટબોલમાં ઝળકયા
એસ.જી.એફ.આઈ સંચાલિત રાજ્ય કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ હતી

સુરતઃ એસ.જી.એફ.આઈ સંચાલિત રાજ્ય કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ તારીખ ૧ થી ૨૧ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવેલ હતી.જેમાં ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સુરત- ૩૯૫૦૦૯ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ-૯માં અભ્યાસ કરતા કુશ ત્રિવેદી, ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિશાલ સિંઘે રાજ્ય કક્ષાએ બોય્ઝ અંદર-૧૭ માં ભાગ લીધેલ હતો, આ ટીમે કાંસ્ય પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
તેમજ ધોરણ-૯માં અભ્યાસ કરતી જીયા લીલા, ધોરણ-૧૦માં અભ્યાસ કરતી લાઇબા નૂર અને ધોરણ-૧૧કોમર્સમાં અભ્યાસ કરતી દિવ્યાની સોલંકીએ રાજ્ય કક્ષાએ ગર્લ્સ અંદર-૧૭ માં ભાગ લીધેલ હતો.
તેજ પ્રમાણે ધોરણ-૮માં અભ્યાસ કરતી શીઝા ધનાની, ગુંજન પાટીલે રાજ્ય કક્ષાએ ગર્લ્સ અંદર-૧૪ માં ભાગ લીધેલ હતો.
આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્યશ્રી, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ફૂટબોલ કોચ મેહુલ પટેલને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.