સુરત

વ્હોરા સમાજના 21 પ્રતિભાશાળી લોકોને ઉજાસ મુમેનીન એવોર્ડ-2023થી સમ્માનિત કરાયા

વર્ષ 2011થી સુરત ખાતેથી નિયમિત પ્રકાશિત થતું સંસ્કૃત દૈનિક સમાચારપત્ર વિશ્વસ્ય વૃત્તાન્તઃના પ્રકાશક મુર્તઝા ખંભાતવાલાને એવોર્ડ આપી સમ્માનિત કરાયા

સુરત : સુરત શહેરમાંથી છેલ્લા 25 વર્ષથી ઉજાસ મેગેઝીનનું પ્રકાશન થાય છે. ઉજાસ મેગેઝીન દર વખતે તેના અલગ અલગ વિષયને લઈ વાચકોમાં ખૂબ જ જાણીતું છે. ઉજાસ મેગેઝીનના એડીટર ઝૈતુનબેન લાકડાવાલા તેમજ તેમના શોહર અબ્દુલહુસેનભાઈ આ મેગેઝીનના ફાઉન્ડર તથા પ્રકાશક છે. ઉજાસ મેગેઝીન દ્વારા દાઉદી વ્હોરા સમાજને રીલેટેડ ઘણા વિશેષાંકો પ્રકાશિત થયા છે જેમાં ઝીયારત વિશેષાંક, ઈમામ હુસૈન (અ.સ.)ની તવારીખ પરના વિશેષાંક, બાબજી મૌલા ફખરુદ્દીન શહીદ તેમજ હકીમુદ્દીન મૌલાના સ્પેશ્યલ અંકો પબ્લીશ થયા છે. ઉપરાંત દાઉદી વ્હોરા સમાજના 52મા ધર્મગુરુ ડો. મોહંમદ બુરહાનુદ્દીન (રી.અ.) તથા 53 ધર્મગુરુ ડો. આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની મિલાદના અવસરે પણ દર વર્ષે વિશેષાંકનું પ્રકાશન કરવામાં આવે છે.

ઉજાસ મેગેઝીન પ્રકાશિત કરવાના સાથે સાથે દર વર્ષે ઉજાસ એવોર્ડનું પણ આયોજન કરાય છે. અલગ અલગ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર વિવિધ સમાજના લોકોને એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવે છે અને અત્યાર સુધી 400 જેટલા લોકોને ઉજાસ એવોર્ડથી સમ્માનિત કરાયા છે. જેમાં આ વર્ષે પ્રથમ વખત દાઉદી વ્હોરા સમાજના 21 પ્રતિભાશાળી લોકોને ઉજાસ મુમેનીન એવોર્ડ 2023થી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. ગત તા. 8 ઓક્ટોબરને રવિવારે રૂસ્તમપુરા સ્થિત ઈવાને-મુફદ્દલ હોલમાં દાઉદી વ્હોરા મુમેનીન એવોર્ડ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે શેહાબી કોલોનીના આમિલ સાહેબ જનાબ યુસુફ ભાઈસાહેબ નજમી તથા બેનસાહેબા મરીયમબેને ઉપસ્થિત રહી દુઆ તથા બરકતના કલેમા પેશ કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો અને એવોર્ડનું વિતરણ કર્યુ હતું. કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ શેખ યુસુફભાઈ બદરી, શેખ યાહ્યાભાઈ પુલાવ, જનાબ ઈલ્યાસભાઈ રેલવેવાલા, જનાબ હુનેદભાઈ એડનવાલા, જનાબ હાતિમભાઈ ફખર, જનાબ સરફરાઝભાઈ મોરકસ વગેરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પણ એવોર્ડ એનાયત કરાયા હતાં.

દાઉદી વ્હોરા સમાજના વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરનાર 21 પ્રતિભાશાળી લોકોને એવોર્ડથી સમ્માનિત કરાયા હતાં જેમાં (1) અબ્બાસભાઈ બદરી – આઉટસ્ટેન્ડીંગ પર્સનાલિટી માટે, (2) શેખ તાહેરભાઈ ઝીયાઉદ્દીન – કોમના ખીદમત અને જરી ઉદ્યોગ માટે, (3) ઓનઅલી સાહેરવાલાને – 50 વર્ષથી સે.એ.ની સફળ પ્રેક્ટીસ માટે, (4) સાલેહભાઈ દાગીનાવાલા – 100 વર્ષથી દાગીનાની પેઢી માટે, (5) મુસ્તફાભાઈ લોખંડવાલા – મોટીવેશનલ સ્પીકર માટે, (6) સલીમભાઈ ચન્નીવાલા – એસવીએનઆઈટી કોલેજના ડીન તથા મેકેનિકલ એન્જીનીયરીંગ માટે, (7) નજમીભાઈ કિનખાબવાલા – ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ માટે, (8) મુસ્તફાભાઈ શાકીર – અદ્ભૂત તિરંદાજી માટે, (9) અબીઝર દોડિયા – સ્વીમીંગ ચેમ્પીયનશીપ માટે, (10) ડો. નૌશાદ મોતીવાલા – આઈ સ્પેશિયાલિસ્ટ માટે,

(11) મુર્તજાભાઈ ખંભાતવાલા – સંસ્કૃત દૈનિક અખબારના પ્રકાશન માટે, (12) હમઝા દાગીનાવાલા – સાઉન્ડ રેકોર્ડીંગ ફીલ્ડ માટે, (13) યુસુફભાઈ બારડ – એકતા ટ્રસ્ટમાં સોશ્યલ વર્કર તથા કોમની ખિદમત માટે, (14) મદ્રેસા તૈયબિયહ સોસાયટીને – 100 વર્ષ જુની શૈક્ષણિક સંસ્થા માટે, (15) મુસ્તફાભાઈ કાલાવડવાલા – ફેબ્રુકેશન એન્જીનીયરીંગ માટે, (16) જુજરભાઈ નલવાલા – બી.ઈ. સિવિલ વોટર સીસ્ટમ માટે, (17) જોહરભાઈ હમીદ – ડેકોરેશન એન્ડ કુકીંગ માટે, (18) નાઝનીનબેન સાહેરવાલા – ઉમદા વક્તા તથા સોશ્યલ વર્કર માટે, (19) ઝૈતુનબેન લાકડાવાલા – ઉજાસ મેગેઝીનમાં 25 વર્ષના સફળ પ્રકાશન માટે, (20) ઝોહરાબેન વાના – ક્રીમીનલ કેસના લોયર માટે તથા (21) દુરૈયાબેન તપિયા – બાઈક તથા ટ્રક રાઈડર – સોશ્યલ વર્કર માટે ‘ઉજાસ’ એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એલીઝાબેન લાકડાવાલા તથા ઈન્સિયાબેન લોખંડવાલાએ કર્યુ હતું. કાર્યક્રમના અંતે નફીસાબેન સફદરે સૌનો આભાર પ્રકટ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button