સ્પોર્ટ્સ
દેવ, ખનક હોપ્સ ટાઇટલ અને અંશ તથા ચાર્મી કેડેટ ટાઇટલ જીત્યાં

અમદાવાદ : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ખોખરા ખાતે યોજાયેલી સર્વો હાઇપરસ્પોર્ટ્સ એફ-5 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં અમદાવાદના અંશ ખમારે મોખરાના ક્રમના જેનિલ પટેલને 3-1થી હરાવીને અપસેટ સર્જીને કેડેટ બોયઝ ટાઇટલ જીતી લીધું હતું.
આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયન ઓઇલ ટાઇટલ સ્પોન્સર અને જીએમડીસી એસોસિયેટ્સ સ્પોન્સર હતા જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં સ્ટિગા ઇક્વિપમેન્ટ પાર્ટનર હતા.
કેડેટ ગર્લ્સ ફાઇનલમાં પણ અપસેટ સર્જાયો હતો જ્યાં બીજા ક્રમની ભાવનગરની ચાર્મી ત્રિવેદીએ મોખરાના ક્રમની દાનિયા ગોદીલને 3-0થી હરાવીને પ્રતિષ્ઠિત ટાઇટલ જીત્યું હતું.

હોપ્સ બોયઝની ફાઇનલમાં બીજા ક્રમના દેવ ભટ્ટે (રાજકોટ) અંશ ખમારને 3-1થી હરાવીને તાજ જીત્યો હતો. અમદાવાદની ચોથા ક્રમની ખનક શાહે પોતાની વિજયકૂચ જાળવી રાખીને સુરતની બીજા ક્રમની તનિશા ડેપ્યુટીને 3-2થી હરાવી હતી.
ટુર્નામેન્ટના પાંચમા દિવસે બે અપસેટ સર્જાયા હતા. કેમ કે અમદાવાદની દસમા ક્રમની ફિઝા પવારે સુરતની બીજા ક્રમની અર્ની પરમારને અંડર-17 ગર્લ્સ ક્વાર્ટર ફાઇનલમાં હરાવી હતી.
યુવાન અને હોનહાર ખેલાડી અંશે ફરી એક વાર પોતાની કાબેલિયત પુરવાર કરીને આકરી મહેનત સાથે સબ જુનિયર બોયઝ કેટેગરીમાં બિનક્રમાંકિત તરીકે રમીને ભાવનગરના સુજલ કુકડિયાને હરાવ્યો હતો.
પરિણામોઃ
કેડેટ બોયઝ ફાઇનલઃ
અંશ ખમાર જીત્યા વિરુદ્ધ જેનિલ પટેલ 11-9,7-11,11-5,11-7
ત્રીજો/ચોથો ક્રમઃ
પર્વ વ્યાસ જીત્યા વિરુદ્ધ દ્વિજ ભાલોડિયા 11-9,12-10,11-7
કેડેટ ગર્લ્સ ફાઇનલ
ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-9,11-4,11-3
ત્રીજા/ચોથો ક્રમઃ
ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ ફ્ઝા પવાર 9-11,11-7,11-9,6-11,11-6
હોપ્સ બોયઝ ફાઇનલઃ
દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 11-7,9-11,11-9,11-7
ત્રીજો/ચોથો ક્રમઃ
અખિલ આચ્છા જીત્યા વિરુદ્ધ ધ્રુવ ભાંભાણી 12-10,7-11,8-11,12-10,13-11
હોપ્સ ગર્લ્સ ફાઇનલ
ખનક શાહ જીત્યા વિરુદ્ધ તનિશા ડેપ્યુટી 11-3,11-6,5-11,3-11,11-7
ત્રીજો / ચોથો ક્રમ
વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ પ્રિશા ગોકાણી 11-7,11-2,11-8
અંડર-17 ગર્લ્સ ક્વાર્ટર ફાઇનલઃ
ફિઝા પવાર જીત્યા વિરુદ્ધ અર્ની પરમાર 11-4,8-11,14-12,11-6; સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ જિયા ત્રિવેદી 11-8,15-13,13-11; નિધી પ્રજાપતિ જીત્યા વિરુદ્ધ પ્રિન્સી પટેલ 11-5,11-7,11-6; મૌબોની ચેટરજી જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-9,11-4,7-11,11-4
સબ જુનિયર બોયઝ પ્રથમ રાઉન્ડઃ
અંશ ખમાર જીત્યા વિરુદ્ધસુજલ કુકડિયા 11-9,8-11,12-10,5-11,11-8
મેન્સ પ્રથમ રાઉન્ડઃ
રિધમ અમરાણીયા જીત્યા વિરુદ્ધ હર્ષવર્દન પટેલ 11-8,11-9,11-9; મુદિત બંસલ જીત્યા વિરુદ્ધ દેબજોય પુશીલાલ 11-1,8-11,11-9,11-8; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પવન દેત્રોજા 11-5,11-6,11-6; સુમિત નાયર જીત્યા વિરુદ્ધ હેત ઠક્કર 5-11,11-2,11-8,11-6; હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ નિલય ઠક્કર 7-11, 11-3,11-6,11-7; નંદીશ હાલાણી જીત્યા વિરુદ્ધ સૌરવ ઘોષ 11-4,11-4,10-12,8-11,11-7; જિગર સરવૈયા જીત્યા વિરુદ્ધ દર્શન મકવાણા 11-7,11-7,11-7; કેવલ મકવાણા જીત્યા વિરુદ્ધ પ્રતીક પટેલ 11-9,11-6,11-6
વિમેન્સ પ્રથમ રાઉન્ડઃ
નૈત્રી દવે જીત્યા વિરુદ્ધ શાઇની ગોમ્સ 11-9,11-9,11-7; શૈલી પટેલ જીત્યા વિરુદ્ધ કવિશા શાહ 11-6,11-6,11-9; સિદ્ધિ બલસારા જીત્યા વિરુદ્ધ માહિ પટેલ 11-13,11-8,7-11,11-5,11-9.
ફોટો સામેલ છે.
ડાબે થી : પર્વ વ્યાસ, અંશ ખમાર, જેનીલ પટેલ (કેડેટ અંડર – 13 બોય્સ સિંગલ્સ વિજેતા)
ડાબે થી : દાનીયા ગોડીલ, ચાર્મી ત્રીવેદી, ખ્વાઈશ લોટીયા (કેડેટ અંડર – 13 ગર્લસ સિંગલ્સ વિજેતા)
ડાબે થી : અખિલ અચ્છા, દેવ ભટ્ટ, અંશ ખમાર (હોપ્સ અંડર – 11 બોય્સ સિંગલ્સ વિજેતા)
ડાબે થી : તનિષા ડેપ્યુટી, ખનક શાહ (હોપ્સ અંડર – 11 ગર્લસ સિંગલ્સ વિજેતા)