એજ્યુકેશન

સી.આર. સી. કક્ષા અંતર્ગત સી.આર.સી ક્લસ્ટર 39,40,41 ના સંયુક્ત ઉપક્રમે ગણિત – વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલ NCERT, ન્યુ દિલ્લી પ્રેરિત ગણિત – વિજ્ઞાન પ્રદર્શન 2023 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ તારીખ 4 ઓક્ટોબરના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા સર્જન કરવામાં આવેલી કૃતિઓ નું સી.આર. સી. કક્ષા અંતર્ગત સી.આર.સી ક્લસ્ટર 39,40,41 ના સંયુક્ત ઉપક્રમે ગણિત – વિજ્ઞાન પ્રદર્શન 2023 નું આયોજન શાળા ક્રમાંક 63/203, જલારામ નગર ગોડાદરા સુરત ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત સુરત શહેર ના ડેપ્યુટી મેયર  ડૉ.નરેન્દ્રભાઇ પાટિલ તેમજ સુરત શહેર ના શાસકપક્ષ ના નેતા શશિકલાબેન ત્રિપાઠી તથા સંબંધિત ક્ષેત્ર ના કોર્પોરેટર અને સુરત મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય  અલકાબેન પાટીલ, કોર્પોરેટર  વર્ષાબેન બલદાનીયા, શાળા સમિતિના સભ્યશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્લસ્ટર નંબર 39,40 અને 41 માં સમાવિષ્ઠ કુલ 26 પ્રાથમિક શાળાના કુલ 92 બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ 46 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન કાર્યક્રમના પ્રમુખશ્રી નું પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-24 ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી હતો. તેમજ પેટા વિષયો – 1) સ્વાસ્થ્ય 2) જીવન – પર્યાવરણ ને અનુરૂપ જીવનશૈલી 3) કૃષિ – ખેતી 4) પ્રત્યાયન અને વાહનવ્યવહાર 5) ગણનાત્મક ચિંતન અને કોમ્પ્યુટર નો ઉપયોગ.. સમાવેશ થયો હતો.

ઉપરોક્ત વિષય અંતર્ગત બાળ વૈજ્ઞાનિકોએ ખુબજ સુંદર અને પ્રશંસનીય કૃતિઓ રજૂ કરી હતી.
આયોજીત ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળવામાટે સી.આર.સી.ક્લસ્ટરની તમામ શાળાના 1200 વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ અને વાલીમિત્રો તબક્કાવાર ઉપસ્થિત રહ્યા હતા.

દરેક વિભાગમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવનાર બાળ વૈજ્ઞાનિકોનો ઉપસ્થિત મહેમાનશ્રી અને નિર્ણાયકશ્રીઓ દ્વારા પ્રોત્સાહન સ્વરૂપ સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સારો દેખાવ કરીને શાળા પરિવાર તેમજ ક્લસ્ટરનું નામ ગૌરવાન્વિત કરે એ માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી. ક્લસ્ટર 39,40 અને 41 ના સી.આર.સી. કો ઓર્ડીનેટરશ્રીઓ રામદાસભાઈ ઠાકરે,  ડૉ.દિનેશભાઈ વાઘ અને  શ્રીપતિ નરસૈયા એમના દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button