ધર્મ દર્શનસુરત
શ્રી સંત સાવતા ફુલ માળી સમાજ મંડળ દ્વારા “શ્રી સંત સાવતા મહારાજની પુણ્યતિથિ મહોત્સવ” ઉજવાયો
સુરતઃ શ્રી સંત સાવતા ફુલ માળી સમાજ મંડળ દ્વારા શ્રી સંત સાવતા મહારાજની 728 મી સંજીવની સમાધી મહોત્સવ નું આયોજન તા-16-07-2023 ના રોજ SMC કોમ્યુનિટી હોલ હરિનગર,ઉધના, સુરત ખાતે આયોજિત કરવામાં આવ્યો. જેમાં સમાજ અગ્રણી, અન્ય સમાજના અગ્રણી, નગરસેવક ,સમાજના આજીમા જી પ્રમુખ ,ઉપપ્રમુખ, ખજાનચી ,મહામંત્રી, સમાજના કારોબારી વગેરે નું સન્માન કરવામાં આવ્યું.
તેમજ ધોરણ-8 થી 12 તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરી એમના ભાવિ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવામાં આવી. તેમજ સરકારી ની યોજનાઓ જેમ કે આયુષ્યમાન યોજના,આંખની તપાસ વગેરે ના કેમ્પ કરી લોકોની સેવા કરવામાં આવી.
સમાજના શિક્ષક ,ડોકટર, પોલીસ વગેરેનું સેવા બદલ સન્માન કરવામાં આવ્યું. જે અન્ય સમાજને પણ પ્રેરણા મળે એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.