ધર્મ દર્શન
બાળકોને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 252 ની સાલગીરી ,શ્રી સંઘ એકતાના શિલ્પી આચાર્ય ભગવંત શ્રી ૐકાર સુરીશ્વરજી મ.સા ના જન્મ શતાબ્દી વર્ષ નિમિતે અને યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ.પ.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા ની 12 મી પુણ્યતિથિ નિમિતે અને શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ ના ઉપક્રમે આજ રોજ ભક્તિ યોગાચાર્ય પ. પૂ. આચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહરાજ સાહેબ ની નિશ્રા મુખ્ય કાર્યક્રમ સાથે ઉદ્ઘાટન સમારોહ રત્ન સાગરજી સ્કૂલ ગોપીપુરા મુકામે યોજાયો હતો
જેમાં સુરત ની 120 થી વધારે નગર પ્રાથમિક સ્કૂલો માં 60,000થી વધારે બાળકોને એક સાથે જુદી જુદી ટીમો બનાવી ને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું