ShemarooMe પોતાના દર્શકો માટે લઈને આવ્યું છે મચ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ-2’
જબરજસ્ત પબ્લિક ડિમાન્ડ બાદ હવે શેમારૂમી પર 25મી મેના રોજ થશે ‘ચલ મન જીતવા જઈએ-2’નો ડિજિટલ પ્રીમિયર
અમદાવાદ : ચલ મન જીતવા જઈએ – 1ની શાનદાર સફળતાને ધ્યાનમાં રાખીને અને જબરજસ્ત પબ્લિક ડિમાન્ડ અંતર્ગત શેમારૂમી પોતાના દર્શકો માટે ખાસ ‘ચલ મન જીતવા જઈએ-2’નો વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર લઈને આવ્યું છે. શેમારૂમી દ્વારા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાના દર્શકોની વચ્ચે એક ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં દર્શકો કઈ ફિલ્મ જોવા ઈચ્છે છે તે પૂછવામાં આવ્યું હતું. આ સર્વેમાં સૌથી વધુ ડિમાન્ડ ‘ચલ મન જીતવા જઈએ-2’ની આવી હતી. શેમારૂમી પોતાના દર્શકોની ઈચ્છા પૂરી કરવા માટે આ ખાસ ફિલ્મને પબ્લિક ડિમાન્ડ પર રજૂ કરી રહ્યું છે.
મન અને મસ્તિષ્ક વચ્ચેનો સંઘર્ષ દર્શાવતી ‘ચલ મન જીતવા જઈએ’ ફિલ્મની સિરીઝે દર્શકોના મન પર ઉંડી છાપ છોડી છે. ફિલ્મની પ્રિક્વલનો મૂલ વિચાર સત્ય શોધીને, સત્યનું અનુકરણ કરવાનો હતો, જ્યારે સિક્વલમાં મનોબળ અને આત્મવિશ્વાસની વાત કરવામાં આવી છે. આ સિક્વલમાં એવા પાત્રોની કથા છે, જે પોતાની આંતરિક શક્તિને જાણે છે, અને આત્મવિશ્વાસ તેમજ દ્રઢ મનોબળથી આગળ વધે છે. ફિલ્મના બીજા ભાગમાં મુખ્ય પાત્રોના પરિવારના બાળકોને ટ્રેઝર હન્ટ રમતા દર્શાવાયા છે, જે દરમિયાન તેઓ પોતાની જાતને શોધે છે, પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળીને વિજેતા બને છે. આ જ કારણે આ ફિલ્મ બોક્સઓફિસ પર પણ સફળ સાબિત થઈ છે.
દિપેશ શાહ ડિરેક્ટેડ ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ 2’માં ધર્મન્દ્ર ગોહિલ, રાજીવ મહેતા, કૃષ્ણા ભારદ્વાજ, હેમેન ચૌહાણ, હર્ષ ખુરાના ,સુચેતા ત્રિવેદી, શીતલ પંડ્યા અને અનાહિતા જહાંબક્ષ જેવા ખમતીધર કલાકારો જોવા મળશે. જેમનો દમદાર અભિનય દ્વારા આ ફિલ્મને વધુ અસરકારક બનાવી રહ્યો છે.
ફિલ્મના OTT પ્રીમિયર માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં, દિગ્દર્શક દિપેશ શાહનું કહેવું છે, “અમે ShemarooMe પર ‘ચલ મન જીતવા જાયે 2’ના ભવ્ય OTT પ્રીમિયરને લઈને રોમાંચિત છીએ. પહેલી ફિલ્મની નોંધપાત્ર સફળતા બાદ દર્શકોએ ઉમળકાભેર વધાવેલી આ ફિલ્મને અમે એક ફ્રેન્ચાઈઝી બનાવવાનું નક્કી કર્યું. આ ફિલ્મ મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે આ ફિલ્મ એક વાર્તા કરતા કંઈક વધારે છે. આ દરેક વ્યક્તિના અડગ મનોબળને, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સપના પૂરી કરવાની નિશ્યાત્મકતાને દર્શાવે છે. આ માસ્ટરપીસ તૈયાર કરવામાં કલાકારો અને ક્રૂએ સખત મહેનત કરી છે. અને મને આનંદ છે કે તે હવે 25મી મે,થી ShemarooMe દ્વારા વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચશે.”
ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલે પણ “ચલ મન જીતવા જઈએ”ને મળેલા અદ્ભુત પ્રતિસાદ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમના જ શબ્દોમાં જણાવીએ તો,’પાંચ વર્ષની રાહ પછી, દર્શકો તરફથી અપેક્ષા અને પ્રેમ ખરેખર જબરજસ્ત રહ્યો છે. 25મી મેના રોજ ShemarooMe પર ફિલ્મનું પ્રીમિયર તેને વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે, જે ખરેખર રોમાંચક છે. ફિલ્મે પોતાનો આગવો ચાહક વર્ગ તૈયાર કર્યો છે, બીજી ભાષાના લોકો પણ ફિલ્મને વખાણે છે, એ જોઈને આનંદ થાય છે. જેઓ ગુજરાતી નથી બોલતા, તેઓ પણ આ ફિલ્મ સાથે વિશેષ જોડાણ અનુભવે છે, જે તેની વાર્તા અને પાત્રોની સાર્વત્રિક અપીલને આભારી છે.
ગુજરાતી મનોરંજન ઉદ્યોગમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ ફિલ્મ તરીકે ઓળખાતી, “ચલ મન જીતવા જાયે 2” જોવી જ જોઈએ કારણ કે તે દરેક વ્યક્તિની માનસિકતાને આકાર આપવા અને સાચો માર્ગ પસંદ કરવા માટે દીવાદાંડી સમાન છે, આ ફિલ્મ વ્યક્તિના મનને જીતવાનો માર્ગ દર્શાવે છે. કલ્ટ ગણી શકાય તેવી આ ફિલ્મ માનવ મનની અંદર ઉતરી જાય છે અને દર્શકોને તેમના પોતાના જીવન પર અનુકરણ કરવા માટે પડકાર આપે છે. ટેલેન્ટેડ કલાકારો અને ક્રૂ સાથે આ ટ્રેઝર હન્ટ પ્રવાસમાં જોડાવાની આ તક ચૂકશો નહીં. 25મી મે, 2023ના રોજ શેમારૂમે પર “ચલ મન જીતવા જાયે – 2” જોવા માટે અત્યારથી જ તૈયાર થઈ જજો.