શ્રી સ્વામિનારાયણ અકેડમીનું CBSE ધોરણ-10 માં 100 % પરિણામ
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ અકેડમી એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ. છેલ્લા ૨૫ વર્ષોથી અવિરતપણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હેતુથી શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ સ્ટાફમિત્રો સમર્પિત રહે છે. શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગો-પધ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકોને રૂચિકર બનાવવાના ઈનોવેટીવ પ્રયાસ સતત કરવામાં આવે છે. છેલ્લાં ૧૫ વર્ષથી સતત ધો.૧૦ માં ૧૦૦ % રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે.
આચાર્ય શ્રીમતિ પાત્રા મેમ, સુપરવાઈઝર શ્રીમતિ પાલમેમ તથા સમસ્ત શિક્ષકગણના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે પણ ધો.૧૦ માં ૧૦૦ % પરિણામ આવેલ છે.
કુલ ધો.૧૦ ના ૧૨૭ વિદ્યાર્થીઓમાંથી ૫૦ વિદ્યાર્થીઓ A1 Grade માં તથા ૭૭ વિદ્યાર્થીઓ First Classs સાથે ઉત્તીર્ણ થયેલ છે.
શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ સમસ્ત વિદ્યાર્થીગણ,શિક્ષક ગણ, વાલીઓને શુભેચ્છા તથા શુભાશિષ પાઠવેલ છે. સંચાલકશ્રી દિનેશભાઈ ગોંડલિયા તેમજ હિંમતભાઈ પટેલે તમામ વિદ્યાર્થીઓ,
સ્ટાફમિત્રો અને વાલીમિત્રોને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું. જે બદલ સોને શુભેચ્છા પાઠવેલ છે.
1). VRUSHTI SONI
97.40%
AAHI SHAH 3). KALP JETHANI
97.20%
96.40%
4). SHLOK PATEL
95.80%
5). SWARA KAPOPARA
95.60% 95.60%
5). TISHA AWTANI